અફઘાનિસ્તાનમાં બાગલાનમાંથી 6 ભારતીય નાગરિકોનું અપહરણ - Sandesh
  • Home
  • World
  • અફઘાનિસ્તાનમાં બાગલાનમાંથી 6 ભારતીય નાગરિકોનું અપહરણ

અફઘાનિસ્તાનમાં બાગલાનમાંથી 6 ભારતીય નાગરિકોનું અપહરણ

 | 4:19 pm IST

અફઘાનિસ્તાનના બાગલાન પ્રાંથમાંથી આજે રવિવાર સવારે કેટલાક અજાણ્યા બંદૂકધારીઓએ એક ભારતીય કંપીના 7 કર્મચારીઓનું અપહરણ કરી લીધું છે. 7માંથી 6 ભારતીય છે.

તમામ કર્મચારીઓએ અફઘાનિસ્તાનમાં કાર્યરત KEC નામની ભારતીય કંપનીના છે. 7માંથી 6 ભારતીય નાગરિકો છે જ્યારે એક અફઘાનિસ્તાનનો નાગરિક છે.

અફઘાનિસ્તાનની સમાચાર એજન્સી ટોલો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે કેટલાક બંદૂકધારીઓએ બાગલાન પ્રાંતની રાજધાની પુલ-એ-ખોમેરના બાગ-એ-શાલમ ખાતેથી કર્મચારીઓનું અપહરણ કર્યું હતું.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટના તે સમયે ઘટી જ્યારે કર્મચારીઓ આ વિસ્તારની મુલાકાત કરી રહ્યાં હતાં. ભારતીય કંપનીને અહીં એક ઈલેક્ટ્રિસિટી સબ-સ્ટેશનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

બાગલાન પ્રાંતની આ ઘટના પાછળ આતંકવાદી સંગઠન તાલિબાનનો હાથ હોવાનું કહેવાય છે. જોકે હજી સુધી આતંકવાદી સંગઠન તરફથી આ મામલે કોઈ જ સત્તાવાર નિવેદન આવ્યું નથી.