6 month old toddler child enjoy water skiing watch video
  • Home
  • Featured
  • VIDEO: 60 વર્ષનાં જે કરવાથી ડરે, આ 6 મહિનાના બાળકે કરી બતાવ્યું, સ્વેગ જોઈને પાગલ થઈ જશો

VIDEO: 60 વર્ષનાં જે કરવાથી ડરે, આ 6 મહિનાના બાળકે કરી બતાવ્યું, સ્વેગ જોઈને પાગલ થઈ જશો

 | 3:49 pm IST

આ ખુશ બાળકને જમે જોઈ રહ્યા છો તે માત્ર 6 મહિનાનો છે. પરંતુ છોકરાનો જુસ્સો 16 વર્ષ કરતાં પણ વધારે છે. તેણે સૌથી નાની ઉંમરે વોટર સ્કીઇંગનો ‘વર્લ્ડ રેકોર્ડ’ બનાવ્યો છે! આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો અને શેર કરવામાં આવી રહ્યો છે. કારણ કે ઘણા લોકો મોટા થયા પછી પણ આ બધું કરી શકતા નથી. આ બાળકનું નામ Rich Casey Humpherys છે, જે ઇન્સ્ટાગ્રામ પર પણ પ્રખ્યાત છે.

Rich Casey Humpherysના પપ્પાએ તેના નામ પરથી ઈન્સ્ટામાં @Richcaseyhumpherys એકાઉન્ટ બનાવ્યું છે. એમાં પણ આ સુંદર બાળકનો સ્વેગ જોઈ શકો છો. વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું કે, ‘મારા 6 મહિના પૂરા થયાં પછી વોટર સ્કીઇંગ માટે ગયો હતો. દેખીતી રીતે આ એક મોટી ડીલ છે. ”તેણે આ કૌવત સાથે જ વર્લ્ડ રેકોર્ડ હેશટેગનો પણ ઉપયોગ કર્યો. હાલમાં આ વીડિયો લાખો લોકોએ જોઈ નાંખ્યો અને હજુ પણ લોકો આ ટેંણિયાની કળાને વધાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન