બિહાર: છઠપૂજાની ઉજવણી ગોઝારી બની, 6 મહિલાઓના ટ્રેનની અડફેટે, 5 બાળકોના ડૂબવાથી મોત - Sandesh
  • Home
  • India
  • બિહાર: છઠપૂજાની ઉજવણી ગોઝારી બની, 6 મહિલાઓના ટ્રેનની અડફેટે, 5 બાળકોના ડૂબવાથી મોત

બિહાર: છઠપૂજાની ઉજવણી ગોઝારી બની, 6 મહિલાઓના ટ્રેનની અડફેટે, 5 બાળકોના ડૂબવાથી મોત

 | 8:19 am IST

બિહારમાં છઠપૂજાની ઉજવણી દરમિયાન આજે બે મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ જેના કારણે વાતાવરણ ગમગીન બની ગયું છે. પહેલી દુર્ઘટનામાં છઠપૂજા કરીને પાછી ફરતી 6 મહિલાઓના ટ્રેન નીચે કપાઈને મોત થયા છે. જ્યારે બીજી દુર્ઘટના મુઝફ્ફરનગરમાં ઘટી. અહીં પૂજા દરમિયાન ન્હાવા પડેલા પાંચ બાળકોના ડૂબીને મોત નિપજ્યાં છે.

6 મહિલાઓના ટ્રેનની અડફેટે આવી જતા મોત

બિહારના દરભંગામાં છઠ ઘાટ પરથી પૂજા કર્યા બાદ પાછી ફરી રહેલી 6 મહિલાઓ ટ્રેનની અડફેટે ચડી જતા કપાઈને કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટના આજે સવારે સમસ્તીપુર જિલ્લાના રામભદ્રપુર સ્ટેશન પાસે થઈ હતી. મળતી માહિતી મુજબ દિલ્હીથી આવનારી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ અહીંથી પસાર થઈ રહી હતી. તે જ વખતે મહિલાઓ પણ ટ્રેક પાર કરી રહી હતી. જેના કારણે તેઓ ટ્રેનની અડફેટે આવી ગઈ. આ ઘટના બાદ લોકો ખુબ હોબાળો મચાવી રહ્યાં છે.

ઘટનામાં દોષિતો સામે કાર્યવાહીની માંગણી થઈ રહી છે. અત્રે જણાવવાનું કે છઠપૂજા માટે તળાવના કિનારે બનેલો આ ઘાટ ટ્રેનના ટ્રેક પાસે છે. અહીં અવરજવર કરનારા લોકોએ ટ્રેક પાર કરીને જવું પડે છે. સ્થાનિક લોકોએ આ અંગે રેલવેને ફરિયાદ પણ કરેલી છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા હાથ ધરાઈ નથી.

5 બાળકોના ડૂબીને મોત

બિહારના જ મુઝફ્ફરપુરમાં છઠપૂજા દરમિયાન નદીમાં ન્હાવા પડેલા પાંચ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાના અહેવાલો છે. જેને લઈને છઠપૂજાની ઉજવણી શોકમગ્ન બની છે. હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન