6 Year Old Boy Doing Hair Dresser Job Amazingly
  • Home
  • Videos
  • 6 વર્ષનો આ છોકરો અદ્ભુત રીતે કાપે છે વાળ, વિડીયો જોઇને નહીં આવે વિશ્વાસ

6 વર્ષનો આ છોકરો અદ્ભુત રીતે કાપે છે વાળ, વિડીયો જોઇને નહીં આવે વિશ્વાસ

 | 9:42 pm IST

ચીનનાં એક 6 વર્ષનાં છોકરાએ પોતાની હેર કટ કરવાની સ્કિલથી હજારો ગ્રાહકોનાં દિલ જીતી લીધા છે. Jiang Hongqi નામનો છોકરો વાળ કાપવાની દુકાનમાં જ મોટો થયો અને તેણે પોતાના માતા-પિતા પાસેથી વાળ કાપવાની તાલીમ લીધી. છેલ્લા 2 વર્ષથી તે પોતાની આ સ્કિલથી ગ્રાહકોને ચોંકાવી રહ્યો છે.

આ છોકરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ગ્રાહકનાં વાળ કાપી રહ્યો છે. તેના માતા-પિતા 6 વર્ષથી આ કામ કરે છે, જ્યારે Jiang 4 વર્ષનો હતો ત્યારથી જ તે માતા-પિતાને આ કામમાં મદદ કરે છે. પહેલા તેના સાથી કારીગરો તેને આ કામમાં માર્ગદર્શન આપતા, પરંતુ અત્યારે તે જાતે જ આ કામ કરે છે. 

સોશિયલ મીડિયા પર આ બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. એક યુઝરે કૉમેન્ટ કરી છે કે, ‘આ બાળક ઘણો જ હાર્ડવર્કિંગ છે. હું મારા બાળકો સામે જોઉં છું તો તેઓ ફક્ત વિડીયો ગેમ જ રમે છે..’