60 child girl deaths a day due to child marriage: a shocking study
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બાળવિવાહના કારણે રોજની 60 બાળા મોતને ભેટે છે : ચોંકાવનારો અભ્યાસ

બાળવિવાહના કારણે રોજની 60 બાળા મોતને ભેટે છે : ચોંકાવનારો અભ્યાસ

 | 7:30 am IST
  • Share

  • કોરોના મહામારીમાં વિશ્વમાં બાળવિવાહમાં વધારો થયો
  • બાળકોના અધિકાર માટે કામ કરતી સંસ્થા સેવ ધી ચિલ્ડ્રન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો એક રિપોર્ટ
  • વિશ્વમાં બાળવિવાહના કારણે રોજની 60થી વધારે બાળાઓનાં મોત 

બાળકોના અધિકાર માટે કામ કરતી સંસ્થા સેવ ધી ચિલ્ડ્રન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા એક રિપોર્ટમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ રિપોર્ટ અનુસાર વિશ્વમાં બાળવિવાહના કારણે રોજની 60થી વધારે બાળાઓનાં મોત થાય છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે મા-બાપ બાળવયે જ પુત્રીઓનાં લગ્ન કરી દે છે. નાની વયે માતા બનવાના કારણે દર વર્ષે 22000 છોકરીઓનાં મોત થાય છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે દક્ષિણ એશિયામાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ અને ચિંતાજનક છે. આ ક્ષેત્રમાં રોજ છ છોકરીઓનાં મોત થાય છે. તે પછી પૂર્વીય એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં દર વર્ષે 650 મોત થાય છે. જ્યારે લેટિન અમેરિકા અને કેરેબિયન ક્ષેત્રમાં દર વર્ષે 560 છોકરીઓનાં મોત થાય છે.

આ રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે વિશ્વભરમાં પાછલા 25 વર્ષથી બાળવિવાહને રોકવાના ભરપૂર પ્રયાસો વચ્ચે લગભગ આઠ કરોડ બાળવિવાહોને રોકવામાં આવ્યાં હતાં. જોકે કોરોના રોગચાળાના કારણે ફરી એકવાર બાળવિવાહમાં વધારો નોંધાયો છે. કોરોનાના કારણે ધંધારોજગાર બંધ હતાં અને શાળાઓ પણ બંધ હતી તેથી બાળવિવાહના કિસ્સામાં વધારો થયો છે.

બાળલગ્નોમાં 50 ટકાનો ઉછાળો

રિપોર્ટમાં જણાવાયું હતું કે કોેરોના રોગચાળા દરમિયાન બાળવિવાહ ઉપરાંત મહિલાઓ પ્ર્રત્યેની હિંસાના કેસીસમાં વધારો થયો હતો. જો પરિસ્થિતિ એવી જ જળવાશે તો 2030 સુધીમાં વધુ એક કરોડ બાળવિવાહ થવાનો અંદાજ છે. નોંધનીય છે કે પાછલા મહિને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર 2020માં બાળવિવાહના કિસ્સામાં પાછલા  વર્ષની તુલનાએ 50 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો