તિતલી ચક્રવાતનો કહેર : આડિસામાં ભારે પુરને પગલે 19 જિલ્લામાં રેડ એલર્ટ - Sandesh
  • Home
  • India
  • તિતલી ચક્રવાતનો કહેર : આડિસામાં ભારે પુરને પગલે 19 જિલ્લામાં રેડ એલર્ટ

તિતલી ચક્રવાતનો કહેર : આડિસામાં ભારે પુરને પગલે 19 જિલ્લામાં રેડ એલર્ટ

 | 8:12 pm IST

તિતલી ચક્રવાતને કારણે ઓડિસામાં ભારે વરસાદ થતાં સંખ્યાબંધ જિલ્લા પુરનીસ્થિતીનો સામનો કરી રહ્યા છે. ગંજમ, રાયગાડા અને ગજપતિ જિલ્લાનો બાકીના રાજ્ય સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. મુખ્ય સચિવ આદિત્ય પ્રસાદે જણાવ્યું હતું કે ગંજમ જિલ્લામાં બચાવ કામગીરી માટે બે હેલીકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આંધ્રમાં શ્રીકાકુલમમાં વાવાઝોડાને પગલે વીજળીના સાત હજાર થાંભલા તુટી ગયા હોવાથી પાંચ લાખ ઘરમાં અંધારૂ છે. ઓડિસાના મુખ્યપ્રધાન બીજૂ પટનાયકે રાજ્યના પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી હાથ ધરીને વીજળી સહિતની સુવિધા લોકોને તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાના આદેશ કર્યા છે. ઓડિસાની વનસાધરા, રૂષિકુલ્ય અને જલાકા નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.

વીતેલા 24 કલાકમાં ઓડિસાના 16 તાલુકામાં 20 થી 30 સે.મી. અને 60 તાલુકામાં 10 થી 20 સે.મી. વરસાદ વરસ્યો હતો.ઓડિસામાં ગંજમ જિલ્લામાં વાવાઝોડાએ સૌથી વધુ નુકસાન પહોંચાડયું છે. તિતલી વાવાઝોડાને પગલે કંધમાલ જિલ્લામાં 351 મિ.મી. વરસાદ થયો હતો. સાગરકાંઠા વિસ્તારમાં વરસાદને કારણે પાણી ભરાઈ જતાં 16 ટ્રેન રદ કરવી પડી હતી તો નવ ટ્રેનના રૂટ બદલવા પડયા હતા. રાયગઢ જિલ્લામાં રેલવે ટ્રેક પર વૃક્ષો તુટી પડતાં રેલવે ટ્રાફિક અવરોધાયો હતો. શુક્રવાર રાત સુધીમાં તિતલી વાવાઝોડું પિૃમ બંગાળ તરફ આગળ વધે તેવા સંકેત છે.

આંધ્રમાં શ્રીકાકુલમ સૌથી વધુ પ્રભાવિત

આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમ જિલ્લો તિતલી વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત છે. 24 કલાકમાં અહીં નવ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. હજારો ઘર તારાજ થઈ ચુક્યા છે. બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાહત સામગ્રી મોકલવા માટે સોસિયલ મીડિયાનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ શુક્રવારે હવાઈ નિરીક્ષણ કરીને સ્થિતીની સમીક્ષા કરી હતી. શ્રીકાકુલમના 4319 ગામ અને છ સુધરાઈ વીજપુરવઠો ખોરવાયો છે. આંધ્રમાં 16 જેટલી ગ્રામીણ પાણી પુરવઠા યોજનાઓને નુકસાન પહોંચ્યું હોવાથી સંખ્યાબંધ ગામોને પાણી પુરવઠો ખોરવાયો હતો. સમારકામ શરૂ થયું હતું.

ઓડિસામાં તિતલીને કારણે 60 લાખ લોકો પ્રભાવિત

ઓડિસા સરકારે ઝડપી બચાવ અને રાહત કામગીરી માટે શુક્રવારે એનડીઆરએફ અને ઓડીઆરએએફની ટીમ્સ કામે લગાડી હતી. ભારે વરસાદને કારણે આવેલા પુરને કારણે રાજ્યમાં 60 લાખ લોકો પ્રભાવિત છે. ખાસ કરીને ગંજમ, રાયગઢ અને ગજપતિ રાજ્યોમાં પુરની વિકટ સ્થિતી પ્રવર્તી રહી છે.