61 year old Salman's ex-girlfriend is sangeeta-bijlani in mini skirt Video
  • Home
  • Entertainment
  • Bollywood
  • 61ની ઉંમરમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ એકદમ નાનકડા સ્કર્ટમાં… Video

61ની ઉંમરમાં સલમાનની એક્સ ગર્લફ્રેન્ડ એકદમ નાનકડા સ્કર્ટમાં… Video

 | 2:52 pm IST
  • Share

  • સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પહોંચી  ‘અંતિમ’ના પ્રીમિયરમાં
  • સંગીતા બિજલાનીને જોઇને લોકો થઇ ગયા આશ્ચર્યચકિત
  • 61 વર્ષની ઉંમરમાં પણ લાગે છે એકદમ બોલ્ડ 

અભિનેતા સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ’ તાજેતરમાં રીલિઝ થઈ છે. ભાઈજાનના ફેન્સ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મના પ્રીમિયરના એક દિવસ પહેલા આયોજિત કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા પરંતુ 61 વર્ષની સંગીતા બિજલાની આવી ત્યારે બધાની આંખો પહોળી થઇ ગઇ.

જો સલમાન ખાનની લાઈફમાં કંઈક બની રહ્યું હોય અને સંગીતા તેનો ભાગ ન બને તે શક્ય નથી. સંગીતા હંમેશા સલમાન અને તેના પરિવાર સાથે ઉભેલી જોવા મળે છે. ફરી એકવાર તે સલમાન અને આયુષની ફિલ્મ ‘અંતિમ’ના પ્રીમિયરમાં જોવા મળી અને આ દરમિયાન જેણે પણ તેને જોઇ તે દંગ રહી ગયા. અભિનેત્રીએ ફિલ્મના પ્રીમિયર દરમિયાન કાળા રંગનું ડીપ નેક ટોપ પહેર્યું હતું અને તેને ચમકદાર મિની સ્કર્ટ પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

61 વર્ષીય સંગીતા બિજલાની સલમાન ખાનની મિત્ર છે અને તે ઘણીવાર તેના ફંક્શનમાં જોવા મળે છે. સંગીતા બિજલાનીની ફિટનેસ અને તેના ગ્લેમરસ અવતારે અંતિમના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. સંગીતા બિજલાનીની સ્ટાઈલ અને તેની ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે.

અભિનેત્રી સંગીતા બિજલાનીના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેણે ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા, જેમની સાથે તેણે 2010 માં છૂટાછેડા લીધા. એક સમય એવો હતો જ્યારે સંગીતા સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. પરંતુ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. સંગીતા બિજલાનીએ ત્રિદેવ, હાતિમ તાઈ, યોદ્ધા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ રીતે, સંગીતા બિજલાની તેના ગ્લેમરસ અવતાર અને તેની ફિટનેસ માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો