Video : એક ભક્તને સાક્ષાત અનુભૂતિ થઇ, જાણો ચમત્કારિક મહિમા વિશે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : એક ભક્તને સાક્ષાત અનુભૂતિ થઇ, જાણો ચમત્કારિક મહિમા વિશે

Video : એક ભક્તને સાક્ષાત અનુભૂતિ થઇ, જાણો ચમત્કારિક મહિમા વિશે

 | 3:55 pm IST

બહુચરાજી તાલુકામા મહેસાણાથી ફક્ત 10 કિલોમીટરના અંતરે કુમારિકા નદી રૂપેણના કાંઠે વસેલા મોટપ ગામમાંનું મોટપા હનુમાન દાદાનું મંદિર કે જે ભરતક્ષેત્રની ઐતિહાસિક ધરોહર છે.

આ મંદિર 1200 વર્ષ જૂનું મંદિર છે ત્યારે આ પરિસરમા હનુમાનજીની મૂર્તિ પાછળ પણ ભવ્ય ઇતિહાસ છે. વર્ષો પહેલા કેટલાક ભક્તો હનુમાનજીની મૂર્તિ બળદગાડામાં લઈને જઈ રહ્યાં હતાં. ત્યારે અચાનક આ સ્થળ પર ગાડું પલટી ખાઈ ગયું હતું અને અનેક પ્રયત્નો છતાં ગાડું સિદ્વુના થઇ શક્યું અને તેમાંથી એક ભક્તને સાક્ષાત અનુભૂતિ થઈ કે આ હનુમાનદાદા હવે અહીંથી આગળ જવા માંગતા નથી. આ પવિત્ર ભૂમિ પર બિરાજમાન થવા માંગે છે અને પછી આ પાવન મોટપ ગામની ભૂમિ પર મોટપા હનુમાનજીની સ્થાપના થઇ હતી

મહેસાણાના મોટપ ગામમાં આવેલું મોટપા હનુમાનજીદાદાનું મંદિર કે જ્યાં લોકોની ભરપૂર શ્રદ્વા રહેલી છે. ગામની વાત કરીએ તો ગામમાં કોઈ પણ વ્યક્તિ જો નવું વાહન લાવે તો પેહલા હનુમાન દાદાના દર્શન કરાવે પછી જ તે વાહન ચલાવવામાં આવે તેવી માન્યતા છે.

આ મંદિરને લઈ એવી પણ માન્યતા છે કે કોઈ પણ મોટી બિમારી હોય તો ફક્ત મોટપા હનુમાન દાદાજીના દર્શન થી જ લાભ મળે છે. જેથી ગામના લોકો આ મંદિર વિશે ઘણી આસ્થા છે આ મોટપ ગામના સર્વે જ્ઞાતિના ગ્રામજનો એક મતે હનુમાન દાદાને અનંત શ્રદ્વાથી પૂજા અર્ચના કરે છે અને દાદા સૌની મનોકામના પુરી કરે છે.