64 die in UP-Uttarakhand After Illicit Liquor
  • Home
  • Featured
  • UP-ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાથી ટપોટપ 64ના મોત, 1 જ ગામમાં 16 લોકોના મોતથી હાહાકાર

UP-ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાથી ટપોટપ 64ના મોત, 1 જ ગામમાં 16 લોકોના મોતથી હાહાકાર

 | 2:13 pm IST

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાથી મરનારની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. મેરઠ, સહારનપુર, રૂરકી, અને કુશીનગરમાં ઝેરી દારૂ પીવાથી કુલ મૃતકઆંક 82 થઇ ગયો છે. જેમાં મેરઠમાં 18, સહારનપુરમાં 36, રૂરકીમાં 20 અને કુશીનગરમાં 8 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારના મતે ઝેરી દારૂ પીવાથી મોત થનારામાં સૌથી વધુ ઉત્તરાખંડના છે. ઉત્તરાખંડમાં એક તેરમાની વિધિમાં હાજરી આપવા ગયા હતા એ લોકોએ દારૂ પીધો હતો.

હરિદ્વારના બલ્લુપુર ગામમાં લોકો એક મૃત વ્યક્તિના તેરમાની વિધિમાં ગયા હતા. આ દરમ્યાન દારૂ પીધો હતો. તેના લીધે બે ડઝનથી વધુ લોકો બીમાર પડ્યા. આ ગામમાં જ દારૂ પીનારામાંથી 16 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. એર પોલીસ અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે. 18 લોકો આ ગામમાં દારૂ પીને સહારનપુર પાછા ફર્યા હતા અને ત્યાં તેમના મોત થયા. કાચો દારૂ પીવાથી તબિયત બગડે છે. કાચો દારૂ પીધા બાદ લોકોની તબિયત બગડી. 16 મૃતકોમાંથી 11 બલ્લુપુર અને નજીકના ગામના છે.

સહારનપુરના અધિકારીઓના મતે સમારંભમાં ગયેલા લોકો પાછા આવ્યા તો મોત થવાનું શરૂ થઇ ગયું. અત્યાર સુધી આ કેસમાં 46 લોકોના પોસ્ટમોર્ટમ થઇ ચૂકયા છે. તેમાં 36 લોકોના મોત દારૂ પીવાના લીધે કહેવાય છે. જ્યારે મેરઠમાં મૃતક 18 લોકો સહારનપુરથી આવ્યા હતા, તેમનું સારવાર દરમ્યાન મોત થયું છે. સહારનપુર જિલ્લાના કેટલાંક ગામમાં ગઇકાલે મોડી રાત્રે દારૂ પીવાથી 44 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. કેટલાંય લોકોની તબિયત નાજુક છે.

સહારનપુર અને કુશીનગરમાં થયેલા મોટા છતાંય જીવલેણ દારૂની તસ્કરીનો ધંધો થોભવાનું નામ લેતું નથી. બીજીબાજુ કુશીનગરમાં પોલીસ અને આબકરીની સંયુકત ટીમે દરાડો પાડી કપ્તાનગંજ પોલીસ ક્ષેત્રના એનએચ 28 પર ઢાબા પર ઉભેલી ટ્રકમાં ભૂસામાં છુપાવી લાવામાં આવી રહેલા દારૂની 1600 પટીઓ જપ્ત કરી. ઉત્તરપ્રદેશ સરકાર એક પછી એક જગ્યાએ દરોડા પાડી રહી છે.