655 People Dead Within 24 Hours In Spain, 21000 People Dead In The World
  • Home
  • Corona live
  • સ્પેનમાં 24 કલાકમાં જ 655 લોકોને ભરખી ગયો કોરોના, દુનિયાભરમાં 21 હજાર લોકોનાં મોત

સ્પેનમાં 24 કલાકમાં જ 655 લોકોને ભરખી ગયો કોરોના, દુનિયાભરમાં 21 હજાર લોકોનાં મોત

 | 9:30 pm IST

ઈરાને ગુરૂવારનાં જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી વધુ 157 લોકોનાં મોત થયા છે. આ સાથે જ કોરોનાથી મરનારાઓની સંખ્યા 2,234 સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન કોરોના વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે સરકારે શહેરોની વચ્ચે આવન-જાવન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 2,389 લોકોનાં સંક્રમિત થવાની પુષ્ટિ

સ્વાસ્થ્ય મંત્રાલયનાં પ્રવક્તા કિઆનુશ જહાંપુરે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં વધુ 2,389 લોકોનાં સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. આ સાથે જ દેશમાં વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 29,406 થઈ ગઈ છે. તેમણે સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે, “સૌભાગ્યથી આજ સુધી સંક્રમિત લોકોમાંથી 10,457 લોકોની સારવાર થઈ ચુકી છે અને તેમને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે.”

24 કલાકની અંદર 655 લોકોનાં મોત

બીજી તરફ સ્પેનમાં એક દિવસમાં કોરોના વાયરસથી 24 કલાકની અંદર 655 લોકોનાં મોત થવાની સાથે જ મૃતકોની સંખ્યા વધીને 4,089 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારનાં આ જાણકારી આપી. બુધવારનાં સામે આવેલા આંકડાઓમાં 19 ટકાનો વધારો છે. સ્પેનમાં કોરોના વાયરસનાં પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 56,188 છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી સૌથી વધારે મોત ઇટાલી બાદ સ્પેનમાં થયા છે.

દુનિયાભરનાં 3 અબજ લોકો ઘરમાં બંધ

તો જર્મનીએ એક અઠવાડિયામાં 5 લાખ લોકોનાં ટેસ્ટ કરાવ્યા જેનાથી જલદીથી જલદી સંક્રમિત લોકોની શોધ કરી શકાય. જર્મનીનાં આ આંકડાથી દેશમાં મૃતકોનો આંકડો ઓછો છે. કોરોના વાયરસને પહોંચી વળવા માટે વિશ્વનાં નેતાઓએ વિડીયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. આ વાયરસનાં કારણે દુનિયાભરનાં 3 અબજ લોકોએ ઘરમાં બંધ રહેવું પડ્યું છે અને આનાથી 21 હજાર લોકોનાં મોત થયા છે.

આ વિડીયો પણ જુઓ: આર્મી રનીંગ ગ્રુપના યુવાનોએ સેનેટાઈઝરનું વિતરણ કર્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન