66th National Award: Best Gujarati Film 'Reva' And Best Feature Film 'Hellaro'
  • Home
  • Ahmedabad
  • ગુજરાત માટે આવ્યા બે સૌથી મોટા સમાચાર, આ બે ફિલ્મોએ વગાડ્યો દેશભરમાં ડંકો

ગુજરાત માટે આવ્યા બે સૌથી મોટા સમાચાર, આ બે ફિલ્મોએ વગાડ્યો દેશભરમાં ડંકો

 | 4:18 pm IST

ગુજરાતમાં શુક્રવારનો દિવસ બે મોટાં સમાચાર લઈને આવ્યો છે. અને આજનો આ દિવસ એક પ્રકારે ઐતિહાસિક છે. નર્મદા ડેમમાં આજે જળસપાટી વધવાને કારણે ડેમનાં તમામ 26 દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો નર્મદા ઉપર બનેલ ફિલ્મ રેવાને રાષ્ટ્રીય એવોર્ડ મળતાં ગુજરાતીઓમાં હરખની હેલી છવાઈ ગઈ હતી. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ હેલારૂને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.

આજે 66મા રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની જાહેરાત થઈ હતી. જેમાં ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. નર્મદા ઉપર બનેલી ફિલ્મ રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ હતો. તો હેલ્લારો ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. રેવા ફિલ્મ એ ‘માં નર્મદા’ની પરીક્રમા કરાવતી આ ફિલ્મ મૂળ ધ્રુવ ભટ્ટની નવલકથા ‘તત્વમસિ’ પરથી બનેલી ફિલ્મ છે. ફિલ્મની વાર્તા અમેરિકાથી શરૂ થાય છે અને નર્મદાના તટ પર પૂરી થાય છે.

રાજ્ય માટે આજનો દિવસ ઐતિહાસિક છે. નર્મદા ડેમ પર દરવાજા લગાવવામાં આવ્યા બાદ પ્રથમ વખત ડેમ પરના દરવાજા ખોલવામાં આવ્યા છે. દરવાજા ખુલતાની સાથે જ ડેમ ખાતે અદભૂત નજારો જોવા મળ્યો હતો. નર્મદા ડેમનાં 26 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના દરવાજા ખુલતાની સાથે જ ડેમ ખાતે અદભૂત નજારો જોવા મળ્યો હતો. શુક્રવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યંત્રી નીતિન પટેલ નર્મદા ડેમ ખાતે પહોંચ્યા હતા.

જુઓ આ વીડિયો પણ…

મધ્યપ્રદેશમાં પૂરની પરિસ્થિતીમાં કારની છત પર ફસાયો માણસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન