67-year-old man, 24-year-old woman get married in Punjab
  • Home
  • India
  • અજબ પ્રેમકી ગજબ કહાની! 67 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરી 24 વર્ષની પ્રેમિકા બની ગઈ પ્રેમીની માં

અજબ પ્રેમકી ગજબ કહાની! 67 વર્ષના વૃદ્ધ સાથે લગ્ન કરી 24 વર્ષની પ્રેમિકા બની ગઈ પ્રેમીની માં

 | 4:47 pm IST

પંજાબમાં એક એવા કજોડા લગ્ન સામે આવ્યા છે જેને ચારેકોર ભારે ચર્ચા જગાવી છે. એટલુ જ નહીં હાઈકોર્ટે આ જોડાને સુરક્ષા પુરી પાડવાના આદેશ આપવા પડ્યાં છે.

પંજાબમાં 67 વર્ષીય વ્યક્તિએ 24 વર્ષીય યુવતી સાથે લગ્ન કર્યા છે. પંજાબના સંગરુરમાં રહેતા 67 વર્ષીય શમશેર સિંઘે 24 વર્ષની નવપ્રીત કૌર સાથે લગ્ન કર્યા છે. હવે તેમને સુરક્ષા પૂરી પાડવા પંજાબ અને હરિયાણાની હાઇકોર્ટે પંજાબ પોલીસને આદેશ કર્યો છે.

શમશેર સિંઘ અને નવપ્રીતે જાન્યુઆરી મહિનામાં ચંદીગઢ ગુરુદ્વારા ખાતે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો ખૂબ જ શેર કરવામાં આવી હતી. ત્યાર બાદમાં બંને હાઇકોર્ટમાં અરજી કરીને દલીલ કરી હતી કે બંનેને તેમના પરિવાર અને સંબંધીઓ તરફથી ધમકીઓ મળી રહી છે.

આ અંગે વકીલ મોહિત સદનાએ જણાવ્યુ કે, આ એક અસામાન્ય લગ્ન હતા. બંનેના પરિવારના લોકોએ તેમના સંબંધનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આથી યુગલે પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને હાઇકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. ચોથી ફેબ્રુઆરીના રોજ હાઇકોર્ટે સંગરુર પોલીસને આદેશ કર્યો હતો કે યુગલને જરૂરી સુરક્ષા પૂરી પાડવામાં આવે.

સમગ્ર મામલે યુગલે કોઈ જ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ બંનેના વકીલે જણાવ્યું હતું કે, બંને પુખ્ત વયના છે, અને બંનેને લગ્ન કરવાનો પૂરો અધિકાર છે. કોઈ સંતાન ન હોવાથી આ લગ્ન બિલકુલ માન્ય છે. આ લગ્ન કાયદેસર છે.

સંગરુરના એસએસપીએ જણાવ્યું હતું કે હાઇકોર્ટે આ યુગલને સુરક્ષા પૂરી પાડવાનો આદેશ કર્યો છે. તેમને સુરક્ષા પૂરી પાડવામાં આવશે.

જો કે એક ચર્ચા એવી પણ છે કે, યુવતી બુઝુર્ગને નહીં પણ તેના દિકરા સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તેના પહેલાથી જ લગ્ન થયેલા હતાં અને તેના બાળકો પણ હતા. તેનો પત્ની સાથે ઝઘડો ચાલીએ રહ્યો હતો. ત્યાર બાદ યુવતીએ પ્રેમીના 67 વર્ષના વૃદ્ધ પિતા સાથે જ લગ્ન કરી લીધા હતાં. આશ્ચર્યની વાત એ છે કે આ લગ્નને 24 વર્ષની યુવતીના પરિજનોએ પણ મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન