પુજારાની મેરેથોન ઈનિંગ પર ટ્વિટર યુઝર્સે લીધી મજા, કહ્યું આટલી વાર તો લગ્ન પણ નથી ટકતા - Sandesh
NIFTY 10,555.50 +29.30  |  SENSEX 34,400.95 +69.27  |  USD 65.7800 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પુજારાની મેરેથોન ઈનિંગ પર ટ્વિટર યુઝર્સે લીધી મજા, કહ્યું આટલી વાર તો લગ્ન પણ નથી ટકતા

પુજારાની મેરેથોન ઈનિંગ પર ટ્વિટર યુઝર્સે લીધી મજા, કહ્યું આટલી વાર તો લગ્ન પણ નથી ટકતા

 | 12:29 am IST

રાંચી ટેસ્ટના ચોથા દિવસે ચેતેશ્વર પુજારાના 202 રનોની મદદથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને પાણી પાણી કરી નાંખ્યા હતા. આ મેચમાં 525 બોલ રમનાર ચેતેશ્વર પુજારાની વિકેટ નાથન લાયને લીધી હતી. પુજારાએ 668 મીનિટ ક્રિઝ પર ઉભો રહ્યો હતો. જેમાં તેને 88 ઓવર તો એકલા હાથે જ રમી નાંખી હતી. તેની આ શાનદાર ઈનિંગ પર ટ્વિટર પર લોકોએ ખુબ જ મજા લીધી હતી. @Sagaecasm નામના યુઝરે લખ્યું કે, પુજારાની ઈનિંગ ખતમ થવાથી પહેલા અયોધ્યામાં રામમંદિર પણ બની જશે. ગૌરવ કપૂર નામના યુઝર્સે લખ્યું કે, પુજારા પિચને પોતાનું પરમાનેન્ટ એડ્રેસ બનાવી લેશે. એક યુઝર્સે લખ્યું કે, ગુજરાતીઓ જગાડવા માટે આવ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિતશાહ યુપીમાં જ્યારે પુજારા અને જાડેજા ક્રિકેટમાં

જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે ભારતે 9 વિકેટ ગુમાવીને 603 રન પર ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી. રવિન્દ્ર જાડેજા 54 રન બનાવીને અણનમ રહ્યો હતો. જ્યારે બીજા છેડે ઉભેલા ઈશાંત શર્માને ખાતું ખોલવાની તક મળી નહતી અને તે પણ અણનમ રહ્યો હતો.

pujara

https://twitter.com/miteshtekam2/status/843074451889623040