7 Billion Barrels Of Crude Oil and Natural Gas Discovered In UAE
  • Home
  • Featured
  • પેટ્રોલ-ડિઝલને લઈને આવ્યા મહત્વના સમાચાર, આ દેશને હાથ લાગ્યો વિશાળ ભંડાર

પેટ્રોલ-ડિઝલને લઈને આવ્યા મહત્વના સમાચાર, આ દેશને હાથ લાગ્યો વિશાળ ભંડાર

 | 3:45 pm IST

એક તરફ ઈરાન પર આકરા પ્રતિબંધ અને સાઉદીની સૌથી મોટી ઓઈલ કંપની અરામકો પર થયેલા મિસાઈલ હુમલાને લઈને દુનિયામાં ક્રુડ ઓઈલ પર વિપરીત અસર જોવા મળી રહી છે ત્યારે યૂનાઈટેડ અરબ અમિરાતની રાજધાની અબૂ ધાબીથી રાહતના સમાચાર આવ્યા છે. અહીં જમીનના પાતાળમાં હાઈડ્રોકાર્બનના નવા ભંડાર હોવાની જાણકારી મળી છે.

યૂનાઈટેડ અરબ અમિરાતમાંથી 7 અબજ બેરલ ક્રુડ ઓઈલ અને 58 ટ્રિલિયન ક્યૂબિક ફૂટ ગેસના ભંડાર મળી આવ્યા છે. આ ભંડારની જાણકારી મળ્યા બાદ દુનિયામાં ગેસ અને ક્રુડ ઓઈલના મામલે યૂએઈ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

યૂએઈનો ક્રુડ ઓઈલનો ભંડાર હવી 105 અબજ બેરલ

અબૂ ધાબી સુપ્રીમ પેટ્રોલિયમ કાઉન્સિલે સોમવારે જાહેરાત કરી હતી કે, નવા ભંડારની જાણકારી મળ્યા બાદ દેશનો ક્રુડ ઓઈલનો ભંડાર હવે 105 અબજ બેરલ અને પારંપારિક ગેસ ભંડાર 273 ટ્રિલિયન ક્યૂબિક ફૂટ પહોંચી ગયો છે.

OPECનું ત્રીજુ સોથી મોટુ ઉત્પાદક બન્યું UAE

હાલમાં UAE OPEC દેશોમાં ત્રીજુ સૌથી ઉત્પાદક દેશ છે અને રોજનું 30 લાખ બેરલ ક્રુડ ઓઈલ ઉત્પાદન કરે છે. તેનાથી વધારે ઉત્પાદન ઈરાક અને સાઉદી અરેબિયા કરે છે. ત્યાંના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન જાયેદ અલ નહયાને આ શોધ બદલ અબૂ ધાબી નેશનલ ઓઈલ કંપનીના પ્રયાસના ભારોભાર વખાણ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન