NIFTY 9,360.55 -25.60  |  SENSEX 30,301.64 +-63.61  |  USD 64.7300 -0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ૭-૭ સંતાનોની માતા સાથેના પ્રેમમાં પાગલ સુરતના પતિએ કર્યું ‘આવું’ પરાક્રમ

૭-૭ સંતાનોની માતા સાથેના પ્રેમમાં પાગલ સુરતના પતિએ કર્યું ‘આવું’ પરાક્રમ

 | 4:24 pm IST

૭-૭ સંતાનોની માતા સાથેના પ્રેમમાં પતિએ પત્નીને બેરહમીપૂર્વક ફટકારી છૂટાછેડાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. અત્યાચારથી કંટાળી પિયર રહેવા ચાલી આવેલી પરિણીતાએ લિંબાયત પોલીસમાં રાજપીપળા ખાતે રહેતા પતિ-સસરા સામે ફરિયાદ આપી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે લિંબાયત સ્થિત પિયરમાં રહેતી પરિણીતાએ પોલીસમાં પતિ ઝમીર દાઉદ પઠાણ, સસરા દાઉદ અકબર કરીમ પઠાણ (બંને રહે. શાંતિનગર, સૈયદ અનવર શેઠની બિલ્ડિંગ, લતીફ કરિયાણા સામે, રાજપીપળા રોડ, અંકલેશ્વર) સામે લિંબાયત પોલીસમાં માનસિક-શારીરિક ટોર્ચરિંગની ફરિયાદ આપી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પતિ ઝમીર શહેનાઝ નામની ૭ સંતાનોની માતાના પ્રેમમાં પડી ગયો છે. શહેનાઝને તેના પતિએ છૂટાછેડા આપી દીધા છે અને હાલ ઝમીર સાથે તેનું અફેર ચાલે છે. આ મામલે પરિણીતાએ પતિ ઝમીર સાથે ઝઘડો કર્યો તો તેણે ‘હું તને પણ રાખીશ અને શહેનાઝને પણ રાખીશ’ એમ કહી માથાકૂટ કરી હતી.

જેની સામે પરિણીતાએ ‘શહેનાઝ રહેવાની હોય તો હું રહેવાની નથી’ એમ જવાબ આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારબાદ ઉશ્કેરાઇને ઝમીરે વાળ પકડી પરિણીતાને ઢોરમાર માર્યો હતો. સસરા દાઉદ પઠાણે પણ વચ્ચે પડી છોડાવવાને બદલે ઉશ્કેરણી કરી હતી. જેને પગલે પતિએ તેણીને ઢોરમાર માર્યો હતો અને બાદમાં છૂટાછેડા આપવાની તથા જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. પતિ-સસરાના ત્રાસથી પરિણીતા લિંબાયત સ્થિત પિયર રહેવા ચાલી આવી હતી. લિંબાયત પોલીસે ઝમીર પઠાણ અને તેના પિતા દાઉદ પઠાણ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

1