NIFTY 10,044.10 -74.15  |  SENSEX 32,597.18 +-205.26  |  USD 64.5200 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • 7 ડિસેમ્બરે સર્જાશે ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ, જાણો શુભ દિવસ-રાત્રિના શુભ ચોઘડિયા

7 ડિસેમ્બરે સર્જાશે ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ, જાણો શુભ દિવસ-રાત્રિના શુભ ચોઘડિયા

 | 7:00 pm IST

ગુરુવારનું પંચાંગ

પાંચમ ક્ષયતિથિ, ગુરુ પુષ્યામૃત સિદ્ધિયોગ ક. ૧૯-૫૪ સુધી, ઈદે મૌલુદ, શસ્ત્રસેના ધ્વજ દિન, ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ
વિક્રમ સંવત : ૨૦૭૪, માગશર વદ ચોથ, ગુરુવાર, તા. ૭-૧૨-૨૦૧૭.

સૂર્યોદયાદિ : સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૧૦ ૭-૫૮ ૧૭-૫૩

દિવસનાં ચોઘડિયાં : ૧. શુભ, ૨. રોગ, ૩. ઉદ્વેગ, ૪. ચલ, ૫. લાભ, ૬. અમૃત, ૭. કાળ, ૮. શુભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. અમૃત, ૨. ચલ, ૩. રોગ, ૪. કાળ, ૫. લાભ, ૬. ઉદ્વેગ, ૭. શુભ, ૮. અમૃત.

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૧૬-અગ્રહાયન.
પારસી માસ : તીર.
રોજ : ૨૩-દેપદીન.
મુસ્લિમ માસ : રબી ઉલ અવ્વલ.
રોજ : ૧૭.
દૈનિક તિથિ : વદ ચતુર્થી ક. ૦૭-૧૬ સુધી પછી પાંચમ ક. ૨૮-૪૪ સુધી- શુક્રવારના સૂર્યોદય પહેલાં સમાપ્ત.
ચંદ્ર નક્ષત્ર : પુષ્ય ક. ૧૯-૫૪ સુધી પછી આશ્લેષા.
ચંદ્ર રાશિ : કર્ક (આખો દિવસ).
જન્મ નામાક્ષર : કર્ક (ડ.હ.).
કરણ : બાલવ/કૌલવ/ તૈતિલ/ ગર.
યોગ : બ્રહ્મ ક. ૧૨-૧૯ સુધી પછી ઐંદ્ર.

વિશેષ પર્વ : પાંચમ ક્ષયતિથિ છે. * ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિયોગ સૂર્યોદયથી ક. ૧૯-૫૪ સુધી. * ઈદે મૌલુદ. ઈસ્લામી માસ રબી ઉલ અવ્વલનો સત્તરમો રોજ. * શસ્ત્રસેના ધ્વજ દિન. * ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ. * કૃષિ જ્યોતિષ : ક્ષયતિથિ તથા વૃદ્ધિતિથિની અસરો ગંજબજારમાં જોવા મળે છે. અનુભવી ખેડૂતો તેની નાડ પારખી શકે છે. આજે ગુરુ પુષ્યામૃત યોગ છે તેથી સૂર્યનારાયણની ભક્તિ તથા કીંમતી દ્રવ્ય ખરીદવાનો મહિમા છે. વાવણી, રોપણી, ચોપણી માટે શુભ દિવસ. ડુંગળી, લસણ, ધાણામાં સુધારા તરફી હવામાન જોવા મળે. ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ કઠોળ બજારમાં પોઝિટિવ અસરો સૂચવે છે. રાહુકાળ : દિવસે ક. ૧૩-૩૦ થી ૧૫-૦૦