TrueCaller એપ કોલ કરનારનનાં નામની સાથે આપશે અન્ય જરૂરી જાણકારી - Sandesh
NIFTY 10,424.25 +41.55  |  SENSEX 33,931.51 +112.01  |  USD 64.8700 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • TrueCaller એપ કોલ કરનારનનાં નામની સાથે આપશે અન્ય જરૂરી જાણકારી

TrueCaller એપ કોલ કરનારનનાં નામની સાથે આપશે અન્ય જરૂરી જાણકારી

 | 4:46 pm IST

શું તમને કયારે એવું લાગે છે કે અજાણ્યા નંબર પરથી કોન ફોન કરે છે? તેનાં માટે એક એપ છે ટ્રૂકોલર (TrueCaller), જેનો મોટાભાગનાં લોકો ઉપયોગ કરે છે. આ એપથી કોલ કરનારનું નામ તો ખબર પડે છે પણ તે સિવાય બીજા ઘણી બધી જાણકારી પણ આપે છે.

કોલ બ્લોક કરવો :

આ એપથી કેટલાંક ખાસ નંબર પરથી આવતા ફોનને બ્લોક કરી શકાય છે. જો તમને એવું લાગતું હોય કે કોઈ અજાણ્યા નંબર પરથી કોલ કરીને હેરાન કરે છે તો તે નંબરનાં શરૂઆતનાં આંકડા એડ કરીને બ્લોક કરી દો. તેનાં પછી તે નંબર પરથી આવતા ફોનથી તમે હેરાન નહીં થાવ.

ઈન્ટરનેટ વગર જાણો કોણ કરી રહ્યું છે ફોન :

તે જરૂરી નથી કે એપનો ઉપયોગ કરવા માટે ઈન્ટરનેટ જરૂરી હોય. આ એપ ઈન્ટરનેટ વગર પણ કોલર વિશેની જાણકારી આપશે.

સ્પામર્સથી દૂર રહેવું :

TrueCaller તમને સ્પામર્સથી પણ બચાવે છે. તે તમને જણાવશે કે જે નંબર પરથી કોલ આવી રહ્યો છે, તેને કોઈએ સ્પામ માર્ક કર્યો છે કે નહીં. આ રીતે તમે કોલ રિસીન કરી શકો છો.

TrueCaller નું ડાયલર – ટ્રૂકોલર :

ટ્રૂકોલરથી તમે કોલ બ્લોક કરવા સિવાય પણ ઘણું બધું કરી શકો છો. તેની એક ડાયલર એપ પણ છે, જેનાથી તમે તમારું ડિફોલ્ટ ડાયલર પણ બનાવી શકો છો. ટ્રૂકોલર નામની આ એપ ટ્રૂકોલરની સાથે સિક થઈ જાય છે. તેનાથી તમારે અલગથી નંબર સર્ચ કરવાની અથવા બ્લોક કરવાની જરૂર નહીં પડે.

સર્ચ કરીને શોધો નંબર :

ટ્રૂકોલરમાં એક સર્ચ ઓપ્શન છે, જે એપ ઓપન કરીએ ત્યારે દેખાય છે. તેમાં કોઈ પણ નંબર ટાઈપ કરીને સર્ચ કરી શકો છો. તમે નામ અથવા એડ્રેસ ટાઈપ કરીને પણ કોઈ નંબર સર્ચ કરી શકો છો.

પોતાની પ્રોફાઈલ બનાવી :

ટ્રૂકોલર પર તમે પોતાની પ્રોફાઈલ બનાવી શકો છો અને તેને પોતાની અનુકૂળતા પ્રમાણે કસ્ટમાઈઝ કરી શકો છો. આવી જ રીતે તમે નક્કી કરી શકો છો કે અન્ય યૂઝર્સને તમારા વિશે શું જાણકારી મળશે. તમારું આખુ નામ અને ફોટો એડ કરી શકો છો.

પોતાનો નંબર ટ્રૂકોલરનાં ડેટાબેજથી દૂર કરવા માટે :

ટ્રૂકોલર એપ તમને તમારા નંબર પોતાનાં ડેટાબેઝથી દૂર કરવાનો અધિકાર આપે છે તેનાં માટે તમારે, www.truecaller.com/unlist પર જવાનું રહેશે. તેનાં પછી કન્ટ્રી કોડની સાથે મોબાઈલ નંબર ટાઈપ કરવો. અહીં તમારે કારણ જણાવાનું રહેશે કે આ નંબર કેમ હટાવા માંગો છો.તેના પછી Captcha નાખવાનું રહેશે અને અનલિસ્ટ બટન પ્રેસ કરવાનું રહેશે.