7 incidents of rape in Vadodara in last 1 month
  • Home
  • Gujarat
  • વડોદરામાં 1 મહિનામાં દુષ્કર્મની 7 ઘૃણાસ્પદ ઘટનાઓ, નાની બાળકીઓ પણ નથી સુરક્ષિત

વડોદરામાં 1 મહિનામાં દુષ્કર્મની 7 ઘૃણાસ્પદ ઘટનાઓ, નાની બાળકીઓ પણ નથી સુરક્ષિત

 | 9:18 pm IST

વડોદરા શહેર (Vadodara City) જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં દુષ્કર્મની 7 ઘૃણાસ્પદ ઘટના (7 Incidents Of Rape in 1 Month) સામે આવી છે, જેમાં 4 બાળકી, એક વિદ્યાર્થિની, યુવતી દુષ્કર્મ (Rape Case)નો ભોગ બની છે. ત્યારે કરજણ (Karajan)માં પણ એક નરાધમ દ્વારા ચોકલેટના બહાને સાત વર્ષની બાકળીનું અપહરણ કરી દુષ્કર્મ (Seven year old Girl Kidnapped And Raped) કરવામાં આવ્યું હતું. જોકે હવે પોલીસે પાશવી બળાત્કાર કરનાર નરાધમની અટકાયત કરી લીધી છે. કરજણ પોલીસે આરોપીના કોરાના ટેસ્ટ કરાવવા તજવીજ હાથધરી છે.

કરજણ તાલુકાના સાંગાડોલ ગામ રહેતો કાર્તિક કાલીદાસ વસાવા (ઉં.25) અપરણિત છે. કાર્તિકે ગઈકાલે સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે પોતાની સાથે લઈ ગયો હતો. કાર્તિક બાળકીને એક મકાનમાં લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યાં હતાં. કાર્તિકે બાળકી સાથે દુષ્કર્મ કર્યાં બાદ મકાનમાંથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન બાળકી રડતા રડતા મકાનની બહાર આવતાં લોકો ત્યાં ભેગા થઈ ગયાં હતાં. બાળકીને તેની માતાને હકિકત જણાવતા મામલો કરજણ પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસે પીડિત બાળકીની માતાની ફરિયાદના આધારે કાર્તિક વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો. ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં કરજણ પોલીસે કાર્તિકને પકડયો હતો. કરજણ પોલીસે પીડિત બાળકીને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલ લાવી હતી. બીજી તરફ, દુષ્કર્મના ગુનામાં પકડાયેલાં કાર્તિકના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યાં બાદ પોલીસે તેની ધરપકડ કરશે.

કરજણ પી.આઇ. એ.એ. દેસાઇએ ફરિયાદના આધારે ટીમો રવાના કરીને ગણતરીના કલાકોમાં યુવાનને દબોચી લીધો હતો. પોલીસે કાર્તિક સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં છેલ્લા 1 મહિનામાં દુષ્કર્મની 7 ઘૃણાસ્પદ ઘટનાઓ સામે આવી છે, જેમાં બાળકીઓ, યુવતીઓ અને વિદ્યાર્થિની મળીને કુલ 8 પીડિતા ભોગ બની છે. 4 બાળકી, એક વિદ્યાર્થિની, યુવતી દુષ્કર્મનો ભોગ બની છે.

આ વીડિયો પણ જુઓ : ખેતીની જમીન પર બિલ્ડરોને મકાન બનાવવા છૂટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન