7 Indian Fisherman Were Facing Torture In Yemen, Finally Came Home
  • Home
  • Featured
  • 7 માછીમારો યમનમાં ભોગવી રહ્યા હતા યાતના, માલિકની હોડી ચોરી આ રીતે આવ્યા ભારત

7 માછીમારો યમનમાં ભોગવી રહ્યા હતા યાતના, માલિકની હોડી ચોરી આ રીતે આવ્યા ભારત

 | 11:52 am IST

પોતાના દેશ, વતન અને પરિવારથી દુર જઈ એટલે યાદ તો આવે જ પરંતુ જ્યારે અજાણ્યા દેશમાં કેદ થઈ યાતના ભોગવી પરત આવેલા કેરળના રહેવાસી અને તમિલનાડુના 7 માછીમારો છેલ્લા એક વર્ષથી યમનમાં યાતનાનો ભોગ બન્યા હતા. ત્યારે તેઓ પોતાના માલિકની બોટ ચોરી અને ભાગી છ્ટ્યા હતા. જેમા સતત 10 દિવસ સુધી 3,000 કિલોમીટર લાંબો દરિયાઈ સફર ખેડી તેઓ એનકેન રીતે ભારત પહોંચ્યા હતા.

દેશ પરત આવેલા માછીમારો માટે ભાવુક કરનાર પળો હતી, જ્યારે તમામે ભારતની ધરતી પર પગ મુકી બધા ઘુટણે બેસી ગયા અને ભારતની ધરતીને ચુમી નમન કર્યું હતું. તેમની ખુશીનો પાર નહોતો તેઓ યમનથી મહામુશ્કેલીથી બચીને પરત આવ્યા હતા. આ 9 માછીમારોને નવું જીવનદાન મળ્યું હોય તેવો અનુભવ થયો હતો. તથા ગમે તેમ જીવ બચાવીને આવેલા માછીમારો પાસે પરત આવતા સુધી બોટમાં 500 લીટર ઈંધણ, અડધી બોરી ડુંગળી અને ભાગ્ય તેમની સાથે હતું.

કેરળના બે રહેવાસી અને તમિલનાડુના 7 માછીમારો છેલ્લા એક વર્ષથી યમનમાં ગોંધી રખાયા હતા. તેઓ મહામુશ્કેલીએ પોતાના માલિકની બોટ ચોરી ભાગી છુટ્યા હતા ત્યારે સતત 10 દિવસ સુધી 3,000 કિલોમીટરનો લાંબો દરિયાઈ રસ્તો ખેડી ભારત પહોંચ્યા હતા. ત્યારે કોચ્ચિના દરિયા કિનારાથી 75 કિલોમીટર એટલે કે, 138 કિલોમીટરના અંતરે ભારતીય કોસ્ટ ગાર્ડના જવાન અલ થિરાયા બોટમાં હાજર હતા. અને આ બોટ શુક્રવારે બપોરે 1:15 વાગ્યે કોચ્ચિના દરિયા કિનારે પહોંચી હતી. આ બોટ વિશે કોસ્ટ ગાર્ડના ડોર્નિયર એયરક્રાફ્ટને જાણકારી મળી હતી.

હકિકતમાં આ કહાની 13 ડિસેમ્બર 2018ના શરુ થઈ હતી. જ્યારે માછીમારોએ તિરૂવનંતપુરમ છોડ્યુ ત્યારે તેઓ એક એવા કિનારની શોધમાં હતા. જ્યાં વધારે માછલીઓ પકડી શકે પરંતુ અધવચ્ચે જ તેમને યમન કર્મચારીએ કેદ કરી લીધા હતા. કર્મચારી આ માછીમારોને બોટમાં જ રાખતો હતો અને કામ કરાવતો હતો. જેના બદલે તેમને માત્ર ભોજન સિવાય બીજી કશુ મળતુ નહી.

પોલીસે જણાવ્યું કે, આ માછીમારોએ કોસ્ટલ પોલીસ સ્ટેશન પર રાત પસાર કરી છે અને તેઓની શનિવારે ઈમિગ્રેશનની ઓપચારિક્તા પુરી થયા બાદ પરિજનોને સોંપવામાં આવશે. તથા એક કોસ્ટલ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેઓએ ફોન પર પોતાના પરિવાર સાથે વાત કરી અને રાતનું ભોજન લીધુ હતું. અમને જાણકારી મળી છે કે, તેમના પરિજનો શનિવાર સુધીમાં કોચ્ચિ પહોંચી જશે. જો કોઈ અન્ય સમસ્યા ઉભી નહી થાય તો તેમને જવા દેવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: DEO વિભાગના અધિકારીઓએ DPS સામે નોંધાવી ફરિયાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન