7 Indian-origin Australians honoured in Queen’s birthday award ceremony
  • Home
  • NRI
  • ભારતીય મૂળના 7 ઑસ્ટ્રેલિયન લોકોને મળ્યું ઑસ્ટ્રેલિયાનું ટોચનું સન્માન

ભારતીય મૂળના 7 ઑસ્ટ્રેલિયન લોકોને મળ્યું ઑસ્ટ્રેલિયાનું ટોચનું સન્માન

 | 11:12 am IST

ભારતીય મૂળના 7 ઓસ્ટ્રેલિયન લોકોને ચિકિત્સા, સંગીત, શિક્ષણ, અને નાણાંકીય ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન માટે ઓસ્ટ્રેલિયાનું ટોચનું સમ્માન પ્રદાન કરાયું છે. તેમાં 3 મહિલાઓ પાણ સામેલ છે. મોનાશ અલ્ફ્રેડ સાઇકેટ્રી રિસર્ચ સેન્ટરના ડાયરેકટર જયશ્રી કુલકર્ણીને ચિકિત્સાના ક્ષેત્રમાં યોગદાન માટે મેડલ ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા (ઓએએમ), જયશ્રી રામચંદ્રનને પર્ફોમિંગ આર્ટ માટે જ્યારે વિનીતા હાર્દિકરને ચિકિત્સાના ક્ષેત્રમાં યોગદાન માટે ઓએએમથી સમ્માનિત કરાયા.

આ સિવાય શશિકાંત કોચરને પરમાર્થ કાર્યો માટે અરૂણ કુમારને નાણાંકીય ક્ષેત્ર, કૃષ્ણા ધાના નદીમપલ્લીને બહુસંસ્કૃતિ અને મહા સિન્નાથંબીને સંપત્તિ ઉદ્યોગના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે ઓએએમથી સમ્માનિત કરાયા. મહારાણી એલિઝાબેથના જન્મદિવસના અવસર પર આ સમ્માન એક હજારથી વધુ ઓસ્ટ્રેલિયન લોકોને અપાયું છે અને તેમાં 40 ટકા મહિલાઓ છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધન કેવિન રડ, અભિનેતા હ્યુ જૈકમેનને ટોચનું નાગરિક સમ્માન કંપેનિયન ઓફ ધ ઓર્ડરથી જ્યારે ફિલ્મ અભિનેતા એરિક બાનાને મેમ્બર ઓફ ધ ઓર્ડર (એએમ)થી સમ્માનિત કરાયા.

આ વીડિયો પણ જુઓ – ઓમાન બાજુ ફંટાઈ ‘વાયુ’ની દિશા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન