7 Indian Players who might be play in next WC 2023
  • Home
  • Sports
  • Cricket
  • આ 7 યુવા ખેલાડી બની શકે છે 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ‘સ્ટાર’

આ 7 યુવા ખેલાડી બની શકે છે 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ‘સ્ટાર’

 | 10:23 am IST

આઈસીસી વર્લ્ડ કપ 2019ની સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતની કારમી હારથી કરોડો પ્રશંસકોનું સપનું રોળાયું હતું. ટીમ ઈન્ડિયાને આ ટુર્નામેન્ટમાં જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ સેમીફાઇનલમાં હાર બાદ ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાની તક ભારતીય ટીમે ગુમાવી હતી. જોકે હવે 2023માં ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં થશે. તેથી ભરતીય ક્રિકેટ ફેન્સને આશા છે કે આ ખિતાબ ટીમ ઈન્ડિયા પોતાના નામે કરશે.

જોકે એવી સંભાવના છે કે 2023ના વર્લ્ડ કપમાં કેટલાક સ્ટાર ખેલાડી ના હોય પરંતુ કેટલાક નવા અને પ્રતિભાશાળી ખેલાડીઓ છે જે ભારતીય ટીમના સપનાને સાકાર કરવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ ખેલાડીઓને અત્યારથી ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપ માટે તૈયાર કરવાની જરૂર છે. આપને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના આ યુવા ખેલાડીઓમાં શુભમાન ગિલ, શ્રેયસ અય્યર, ખલીલ અહમદ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ, દીપક ચાહર, પૃથ્વી શો જેવા ખેલાડીઓ સામેલ છે.

શુભમાન ગિલની વાત કરીએ તો પંજાબના આ ખેલાડીએ ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમાન ગિલે અંડર-19 વર્લ્ડ 2018માં ટીમ ઈન્ડિયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે આ ખિતાબ જીત્યો હતો. ગિલ ઈન્ટરનેશનલ વન ડે મેચોમાં પણ નંબર 3 પર બેટિંગ કરી છે. શ્રેયર અય્યરની વાત કરીએ તો મધ્યક્રમ જે હાલ ટીમ ઈન્ડિયાની મોટી સમસ્યા છે. તેનો ઉકેલ લાવી શકે છે. કારણ કે વિરાટ કોહલીની જગ્યાએ ઇન્ટરનેશનલ વન ડે ક્રિકેટમાં અય્યરે નંબર ત્રણ પર બેટિંગ કરી હતી. અય્યરે હાલ માત્ર 6 વનડે રમ્યા છે. ઉપરાંત તે IPLમાં દિલ્હી કેપિટલનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

ખલીલ અહમદ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર છે. રાજસ્થાનનો આ ઝડપી બોલર અંડર-19 વર્લ્ડ કપ 2016માં ટીમ ઇન્ડિયામાં સામેલ હતો. ત્યાર બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેને એશિયા કપ દરમિયાન વન ડે મેચ પણ રમી છે. પૃથ્વી શોની વાત કરીએ તો અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીત બાદ 19 વર્ષીય આ ખેલાડીએ સૌને પ્રભાવિત કર્યા છે. પૃથ્વી શો IPLમાં પણ દિલ્હી તરફથી રમે છે. પૃથ્વીને ભારતીય ટેસ્ટ ટીમમાં પણ જગ્યા મળી હતી અને સારું પ્રદર્શન કર્યું હતું. આ રીતે નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ, દીપક ચાહર જેવા યુવા ખેલાડીઓ પણ ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. માત્ર આ ખેલાડીઓને તક અને માર્ગદર્શન આપવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન