૨૬ જાન્યુઆરી, ઐતિહાસિક સ્મરણ... વર્ષ ૧૧૬૪થી ૧૯૫૦ - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Columnist
 • ૨૬ જાન્યુઆરી, ઐતિહાસિક સ્મરણ… વર્ષ ૧૧૬૪થી ૧૯૫૦

૨૬ જાન્યુઆરી, ઐતિહાસિક સ્મરણ… વર્ષ ૧૧૬૪થી ૧૯૫૦

 | 5:49 am IST
 • Share

સામયિક :- પ્રભાકર ખમાર

૨૬ જાન્યુઆરી એ અવિસ્મરણીય સ્મૃતિઓનું પ્રજાસત્તાક પર્વ છે. એક હિન્દી કવિએ એના ઐતિહાસિક મહત્ત્વનું ગૌરવાકિંત શબ્દોમાં વર્ણન કર્યું છે.

૨૬ જનવરી

યહ પ્રવિત્ર પ્રસંગ પર્વ હૈ !

સ્મૃતિઓ કા ત્યૌહાર હે યહ !

ન જાને કિતની બાર આયા હૈ યહ !

ન જાને કિતની બાર આયેગા યહ !”

ભારત એ લોકતાંત્રિક દેશ છે. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આ દેશને આઝદી મળી, પરંતુ એ પહેલાં સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોમાં ડિસેમ્બર, ૧૯૨૯માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદે કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. જેમાં આઝાદી આંદોલનની એક માત્ર સંસ્થા તરીકે કોંગ્રેસે સંપૂર્ણ સ્વરાજ્યના પોતાના ધ્યેયની માગણી કરી હતી અને અધિવેશનમાં ઠરાવ કર્યા અનુસાર ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરી અને ત્યાર પછીના દર વર્ષે એ દિવસને ‘સ્વાતંત્ર સંકલ્પ દિન’ તરીકે ઊજવવાનું ઠરાવવામાં આવ્યું હતું. આઝાદી પછી બંધારણ સભા અસ્તિત્વમાં આવી. આ બંધારણ સભા દ્વારા ઘડવામાં આવેલું ભારતનું નૂતન બંધારણ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં આવ્યું.

આજે વિશ્વમાં એક સબળ, સશક્ત, સંસદીય લોકતાંત્રિક દેશ તરીકે ભારતની પહેચાન છે. પ્રતિષ્ઠા અને પ્રભાવ છે. પ્રજાતંત્ર, ગણતંત્ર, લોકતંત્ર યા પ્રજાસત્તાક પર્વ સ્વરૂપે સ્મરણ કરીએ છીએ. આ રાષ્ટ્રીય અવસરને સવિશેષ ઔચિત્ય અને મહત્ત્વ આપવાના હેતુથી દર વર્ષે ૨૬મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે, પરંતુ એનું માત્ર રાજકીય મહત્ત્વ નથી. ઐતિહાસિક અને ગૌરવાકિંત મહત્ત્વ ખૂબ પ્રાચીન છે. છેક ૧૧૬૪થી એનો પ્રારંભ થાય છે, ત્યારે આવો, આ પ્રજાસત્તાક પર્વનો પ્રાચીનથી અર્વાચીન મહત્ત્વતાનો આસ્વાદ માણીએ.

 • ૨૬ જાન્યુઆરી, સન ૧૧૬૪ના દિને વિસલ દેવે દિલ્હી પર અદિકાર કર્યો ત્યારથી આજ સુધી કેટકેટલા ચડાવ-ઉતાર દિલ્હી જોતી રહી છે. કેટકેટલા શાસકો અને શાસનોનો સૂર્યોદય અને સૂર્યાસ્ત થયા છે !
 • ૨૬ જાન્યુઆરી, ૧૧૭૫માં મોહંમદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે શરૂ થયેલા યુદ્ધનો ઇતિહાસ સુવિદિત છે. ‘ચાર વાંસ ચોવીસ ગજ, અંગૂલ અષ્ટ પ્રમાણ, તા ઉપર સુલતાન હૈ મત ચૂકે ચૌહાણ’ મોહંમદ ઘોરીના દરબારમાં મહાકવિ ચંદરબાર દાઈએ એવી કવિતા સંભળાવી કે એના અનુમાન પર ચૌહાણનો શબ્દ ભેદી બાણ બની મોહંમદ ગોરીના કંઠને ચીરતો આગળ નીકળી ગયો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૨૯૯ના દિને અલ્લાઉદ્દીન ખિલજીએ રણથંભોર કિલ્લાની નાકાબંધી કરી.
 • ૨૬ જાન્યુઆરી, ૧૩૩૩માં વિશ્વ પ્રવાસી ઈન્દ્ર-બતુતા ભારત પહોંચ્યો હતો અને ભારતનો સર્વાંગી અભ્યાસ કર્યો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૫૩૦ના રોજ બાબર બાદશાહનું અવસાન થયું. એ પછી બરાબર ૨૪ વર્ષે ૧૫૫૪માં ૨૬મી જાન્યુઆરીએ જહાંગીર બાદશાહનો જન્મ થયો હતો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૫૫૬ના દિને તાજમહાલના નિર્માતા શાહજહાંનું અવસાન થયું હતું.
 • ૨૬ જાન્યુઆરી, ૧૭૭૮ના દિને ઓસ્ટ્રેલિયાનો ભાગ્ય સિતારો ચમક્યો. આ દેશે આઝાદી પ્રાપ્ત કરી.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ ભારતમાં પ્રથમ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦માં ભારતમાં બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદ યોજી.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૪૨ના મંગલ દિને નેતાજી સુભાષચંદ્ર બોઝે આજાદ હિંદ ફોજની રચના કરી.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૪૯ ભારત માટે ઐતિહાસિક દિન છે. બાબાસાહેબ આંબેડકરે ભારતના બંધારણને આખરી ઓપ આપ્યો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ભારતમાં બંધારણનો અમલ શરૂ થયો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. એ જ દિવસે ઉત્તર પ્રદેશ રાજ્યની સ્થાપના થઈ.
 • ૨૬ જાન્યુઆરી, ૧૮૫૩ના દિને વાહનવ્યવહારની સુવિધા માટે ભારતમાં પ્રથમ વાર રેલ લાઇન શરૂ થઈ.
 • ૨૬ જાન્યુઆરી, ૧૮૮૨માં રેલ ઔલાઇનની સમયાંતર ટેલિફોન-દૂરભાષ સેવાનો મુંબઈ, કલકત્તા અને મદ્રાસમાં પ્રારંભ કરવામાં આવ્યો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૫૮માં જેનું નામ સાંભળીને જ ચમકી જવાય છે એ ઇન્કમટેક્સ ભારતમાં લાગુ કરવામાં આવ્યો.
 • ૨૬ જાન્યુઆરી, ૧૮૬૯માં મિશ્ર રાષ્ટ્રની પાસે બે મહાસાગરોને જોડતી વિશ્વ પ્રસિદ્ધ સુએઝ નહેરનું નિર્માણ થયું.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૮૪માં (બી.બી.સી.) બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કંપનીની સ્થાપના લંડનમાં થઈ હતી. આજે પણ સત્તાવાર સમાચારો અને વિશ્વસનીય કાર્યક્રમોના પ્રસારણમાં બી.બી.સી. પ્રચાર માધ્યમ તરીકે અગ્રેસર છે.
 • ૨૬ જાન્યુઆરી, ૧૯૬૦ના દિને કાશ્મીરને વિશેષ દરજ્જો અને હકો આપતી બંધારણની કલમ ૩૭૦ને લાગુ કરવામાં આવી હતી. જેને તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કલમના એક ઝાટકે નાબૂદ કરીને કાશ્મીરનું ભારત સાથે સંપૂર્ણ એકીકરણ કર્યું છે.
 • ૨૬ જાન્યુઆરી, ૧૮૯૨ સાથે સંકળાયેલી વિશ્વવ્યાપી કેટલીક આરોગ્યમય સેવાઓપણ યાદ કરવા જેવી છે. બળિયાના રોગ સામેની પ્રતિકારક રસીના શોધક ડો. એડવર્ડની ૨૬મી જાન્યુઆરીએ પુણ્યતિથિ છે. એ સમયે બળિયાનો રોગ જીવલેણ ગણાતો. ખાસ કરીને આફ્રિકી દેશોમાં એનું પ્રમાણ વધુ હતું. આ રસીની શોધને કારણે આજે મહદંશે આ રોગ નાબૂદ થયો છે.

આમ વિશ્વના કોઈ પણ દેશના પ્રજાસત્તાક પર્વના નિર્માણ સાથે આવી ઐતિહાસિક દસ્તાવેજ સમી ઘટનાઓ ભાગ્યે જ સંકલિત હશે !

અને છેલ્લે…!

હમ પંજાબી, હમ ગુજરાતી,

બંગાલી, મરાઠી, મદ્રાસી હૈ,

લેકીન હમ ઈન સબ સે પહેલે,

કેવલ ભારતવાસી હૈ.

હમ કેવલ ભારતવાસી હૈ.”

૨૬મી જાન્યુ.એ આટલું યાદ રાખીએ તો એ પણ મા ભારતીને વંદન સમાન છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો