રાજકોટમાં ભાઈના પ્રેમ સંબંધમાં દલિત યુવાનની હત્યા, મહિલા સહિત સાત આરોપી પકડાયાં - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં ભાઈના પ્રેમ સંબંધમાં દલિત યુવાનની હત્યા, મહિલા સહિત સાત આરોપી પકડાયાં

રાજકોટમાં ભાઈના પ્રેમ સંબંધમાં દલિત યુવાનની હત્યા, મહિલા સહિત સાત આરોપી પકડાયાં

 | 9:14 am IST

રાજકોટના થોરાળા વિસ્તારમાં બે દિવસ પહેલા સરાજાહેર દલિત યુવાનની હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા સાત આરોપીઓને પોલીસે પકડી પાડયાં છે. બનાવમાં વપરાયેલા હથિયારો તેમજ વાહન કબજે કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

થોરાળા પોલીસનાં પીઆઈ મોડીયા, મદદનીસ જમાદાર ફિરોઝ શેખ, જાવેદભાઈ, કોન્સ.ધર્મેન્દ્રસિંહ સહિતના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા રોડ, રણુજા મંદિર પાસેથી નવા થોરાળાના વાલ્મીકીનગર-૬માં રહેતા અજય અશોક નારોલા, કાંતી લખમણ બારૈયા, આનંદ ઉર્ફે કાળુ વિનોદ વાઘેલા, આરતી કાંતી બારૈયા, સાગર વિનોદ વાઘેલા તેમજ બે બાળ આરોપીને દબોચી લઈ ધરપકડ કરી છે.

બનાવની વિગત મુજબ, બે દિવસ પહેલા મહેશ ડાયાભાઈ ચૌહાણ નામના દલિત યુવાનની ઉપરોકત આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કરી ઢીમ ઢાળી દીધું હતુ. જે બનાવ અંગે મૃતકની પત્ની કાજલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, દિયર દશરથને આરોપી અજયની પત્ની સાથે પ્રેમ સબંધ હોય તેના સમાધાન માટે પતિ મહેશને નવા થોરાળામાં બોલાવી નિર્મમ હત્યા કરી હતી. હત્યામાં વપરાયેલા હથિયારો તેમજ વાહન કબજે કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન