7 Pakistan Army Generals teamed up with SC chief justice to block Bajwa's extension
  • Home
  • Featured
  • પાકિસ્તાન સૈન્યમાં જ બળવાના એંધાણ, 7 જનરલોએ જ બાજવા વિરૂદ્ધ મોરચો માંડતા ખળભળાટ

પાકિસ્તાન સૈન્યમાં જ બળવાના એંધાણ, 7 જનરલોએ જ બાજવા વિરૂદ્ધ મોરચો માંડતા ખળભળાટ

 | 10:19 pm IST

પાકિસ્તાનમાં આર્મી ચીફ જનરલ બાજવાના સેવા વિસ્તરણ પર સેનામાં જ બળવો મચ્યો છે. પાક. સેનાના સાત જનરલોએ ચીફ જસ્ટિસ આસિફ સઈદ ખોસા સાથે હાથ મિલાવ્યા છે. બાજવાની વિરુદ્ધ અવાજ ઉઠાવનાર જનરલોમાંથી એક દિલ્હી સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં ડિફેન્સ અટેચી રહી ચૂક્યા છે.

આ સાત જનરલોનું એવું માનવું છે કે ઇમરાન સરકારના સેવા વિસ્તરણનાં પગલાંથી તેમની લશ્કરી વડા બનવા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સાથે હાથ મિલાવનાર જનરલોમાં મુલતાનના કોર્પ્સ કમાન્ડર સરફરાજ સત્તાર લશ્કરી વડાના પ્રબળ દાવેદાર છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાક. આર્મી ચીફ કમર જાવેદ બાજવાના એક્સ્ટેન્શન પર હંગામી રોક લગાવી દીધી છે.

બાજવાને 3 વર્ષ માટે એક્સ્ટેન્શન અપાયું હતું

સેના પ્રમુખ બાજવા 29 નવેમ્બરે રિટાયર થવાના હતા પણ ઇમરાન ખાન સરકારે 19 ઓગસ્ટે અધિસૂચના જારી કરીને બાજવાને 3 વર્ષ માટે એક્સ્ટેન્શન આપ્યું હતું. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આર્મી ચીફના કાર્યકાળને વધારવાનો બંધારણીય અધિકાર પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પાસે સુરિક્ષત છે. આ મામલે એમના તરફથી આદેશ કે અધિસૂચના જારી કરવામાં આવી નથી. છેલ્લા થોડા સમયથી વડા પ્રધાન ઇમરાન ખાન અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જાણે સીધી ટક્કર ચાલી રહી છે.

ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ઉપચાર કરાવવા વિદેશ જવા માગતા હતા. આ માટે ઇમરાન ખાન સરકાર ઇચ્છતી હતી કે નવાઝ શરીફ ૭00 કરોડ રૂપિયાનું સિક્યુરિટી બોન્ડ ભરીને વિદેશ જાય. જોકે નવાઝ શરીફ સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને કોઈ પણ શરત વિના વિદેશ જવાની છૂટ આપી દીધી હતી. ઇમરાન ખાન આ વાતે નારાજ છે. ચીફ જસ્ટિસ ખોસાએ ઇમરાન ખાનનું નામ લીધા વિના કહ્યું હતું કે તમે ન્યાયપાલિકા વિશે ટીકા કરો નહીં, આ 2009 પહેલાંની જ્યુડિશિયરી નથી, હવે સમય બદલાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન