કંડલા : દરિયામાં ડુબ્યુ ગીરજા નામનું જહાજ, 7 ક્રુ મેમ્બર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ - Sandesh
  • Home
  • Bhuj
  • કંડલા : દરિયામાં ડુબ્યુ ગીરજા નામનું જહાજ, 7 ક્રુ મેમ્બર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

કંડલા : દરિયામાં ડુબ્યુ ગીરજા નામનું જહાજ, 7 ક્રુ મેમ્બર્સનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

 | 8:42 am IST

કચ્છના કંડલાના દરિયામા 7 ક્રુ મેમ્બર સાથેનું ગીરજા(3) નામનુ એક બાર્જ ગઈકાલે રાત્રે ડુબ્યુ હતું. આ બાર્જમા સવાર 7 ક્રુ મેમ્બર લાપતા બન્યા છે. જેને કારણે કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટના જહાજો મદદ માટે રવાના કરી દેવાયા છે. કંડલા પોર્ટના અન્ય ટગ અને બોટ પણ મદદ માટે રવાના કરી દેવાઈ હતી. આ રેસ્ક્યુ ઓપેરશનમાં કોસ્ટગાર્ડ પણ મદદમા જોડાઇ હતી. ક્રુ મેમ્બરોની શોધખોળ તાત્કાલિક શરૂ કરી દેવાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ ડીએપી ભરીને આવી રહેલું ગીરજા-3 નામનું બાર્જ જહાજ કિનારે આવી રહ્યું હતું. આ જહાજ ઉત્તર-પૂર્વ દિશામાં બે કિલોમીટર દૂર હતું, ત્યાં અચાનક ડૂબવા લાગ્યું હતું. બાર્જ પર 7 જેટલા ક્રુ મેમ્બર્સ હતા. જે હજી પણ લાપતા છે. VHF પર મેસેજ આવતા કોસ્ટગાર્ડ પણ મદદમાં જોડાઈ ગયા હતા. હાલ ખલાસીઓને બચાવી લેવાની કામગારી ચાલી રહી છે.