નોકિયા થી લઈને સેમસંગ સુધીનાં આ 7 સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘડાટો - Sandesh
  • Home
  • Technology
  • નોકિયા થી લઈને સેમસંગ સુધીનાં આ 7 સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘડાટો

નોકિયા થી લઈને સેમસંગ સુધીનાં આ 7 સ્માર્ટફોનની કિંમતમાં થયો ઘડાટો

 | 12:07 pm IST

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં હોય તો આજે અમે તમને એવાં કેટલાંક સ્માર્ટફોન વિશે જણાવીશું જેની કિંમતમાં ઘટાડો થયો છે. આ લિસ્ટમાં ઓપો, સેમસંગ, વીવો અને નોકિયા સહિત કેટલીક કંપનીઓના સ્માર્ટફોન શામેલ છે.

Nokia 8, Nokia 5 :
નોકિયાએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Nokia 8 ની કિંમતમાં 8,000 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે, હવે આ ફોન 28,999 રૂપિયામાં મળશે. તમને જણાવી દઈએ કે Nokia 5 ની કિંમતમાં 1,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 13,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવેલો આ ફોન હવે 12,499 રૂપિયામાં મળશે.

Samsung Galaxy J7 Nxt, Galaxy J7 Prime :

સેમસંગએ પોતાનાં બે સ્માર્ટફોન Galaxy J7 Prime અને Galaxy J7 Nxt ની કિંમતમાં ઘટાડો કર્યો છે. 18,790 રૂપિયામાં લોન્ચ કરવામાં આવેલાં Galaxy J7 Prime હવે 13,900 રૂપિયામાં મળશે. જો કે, ઓક્ટોબરમાં Galaxy J7 Prime ની કિંમતમાં 3,890 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને અત્યારે તેની કિંમતમાં ફરીથી 1,000 રૂપિયાનો ઘડાટો કરવામાં આવ્યો છે. અત્યારે તેની કિંમત 13,900 રૂપિયા છે. તેમજ Galaxy J7 Nxt હવે 10,490 રૂપિયામાં મળશે. તેને 11,490 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, અત્યારે તેની કિંમતમાં હજાર રૂપિયાનો ઘડાટો કરવામાં આવ્યો છે.

Vivo V7, Vivo Y69, Vivo Y55s :

Vivo V7 ની કિંમતમાં 2,000 રૂપિયાનો ઘડાટો કરીને તેની કિંમત 18,990 રૂપિયા કરવામાં આવી છે, તેમજ અત્યારે ફોન 16,990 રૂપિયામાં મળશે. Vivo Y69 ની કિંમતમાં હજાર રૂપિયાનો ઘડાટો કરીને તેની કિંમત 13,990 રૂપિયા કરવામાં આવી. ગત વર્ષે ફેબ્રુઆરીમાં 12,490 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવેલા Vivo Y55 ની કિંમતમાં 1,500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યારે આ સ્માર્ટફોનની કિંમત 10,900 રૂપિયા કરવામાં આવી છે.

Honor 8 Pro :

6GB રેમ વાળા Honor 8 Pro ની કિંમતમાં પણ ઘડાટો કરવામાં આવ્યો છે. ગત વર્ષે 29,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવેલાં આ સ્માર્ટફોનની કિંમતમાં 4,000 રૂપિયાનો ઘડાટો કરવામાં આવ્યો છે અને તેની કિંમત 25,999 રૂપિયા કરવામાં આવી છે.

Oppo A71
ગત વર્ષે 12,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવેલાં Oppo A71 હવે સસ્તો થઈ ગયો છે. કંપનીએ ભારતમાં તેની કિંમતમાં 3,000 રૂપિયાનો ઘડાટો કર્યો છે તેનાં પછી હવે તેની કિંમત 9,990 રૂપિયા છે.

HTC U11 :

HTC U11 ની કિંમતમાં 5,991 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગત વર્ષે જૂનમાં 51,990 રૂપિયામાં લોન્ચ કરવામાં આવેલાં આ ફોનની કિંમત 45,999 રૂપિયા કરવામાં આવી છે.

Coolpad Cool 1, Note 5, Note 5 Lite :

ચીનની સ્માર્ટફોન બનાવતી કંપની Coolpad એ પણ પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ઘડાટો કર્યો છે. Coolpad Cool 1 ફોન 6,000 રૂપિયા સ્સતો થયા પછી હવે 7,999 રૂપિયામાં મળશે. Note 5 ની કિંમત 4,000 રૂપિયા અને Note 5 Liteની કિંમતમાં 3,000 રૂપિયાનો ઘડાટો કરવામાં આવ્યો છે. આ ઘટાડો કર્યા પછી Note 5 Liteની કિંમત 5,999 રૂપિયા કરવામાં આવી છે.