7 Students Tested Covid Positive in Surat
  • Home
  • Featured
  • સુરત: 7 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, ક્લાસીસ 14 દિવસ માટે બંધ

સુરત: 7 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત, ક્લાસીસ 14 દિવસ માટે બંધ

 | 3:40 pm IST
  • Share

  • શું સુરતમાં કોરોનાની ત્રીજી લહેરનું આગમન?
  • વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં વાલીઓ અને સંચાલકો ચિંતિત
  • વહીવટી તંત્રએ ટેસ્ટિંગની કામગીરી વધારી

 

નવરાત્રિ પર્વે ગરબાની રમઝટ વચ્ચે લોકોમાં ફરી કોરોનાને લઈ ગભરાટ અને ઉચાટ છવાયો છે. છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાથી કોરોનાથી સંક્રમિત થતાં વહીવટી તંત્ર સહિત હવે વાલીઓ ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ બાળકો કોરોનાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સંચાલકોમાં દોડધામ મચી છે.

એક તરફ કોરોનાની ત્રીજી લહેરની શક્યતા સેવાઈ રહી છે, તેવામાં બીજી તરફ એક મહિનાથી મોટી સંખ્યામાં બાળકો કોરોનાથી સંક્રમિત થવાથી વહીવટી તંત્ર દ્વારા સતત કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવંતી બનાવાઈ છે.

આ અંગે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય ડેપ્યૂટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. જેના કારણે મનપાના આરોગ્ય વિઙાદે કોવિડ ટેસ્ટિંગની કામગીરી તેજ કરી દીધી છે.

શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા ન્યૂ સિટીલાઈટ રોડ પર આવેલા જ્ઞાનવૃદ્ધિ ટ્યૂશન ક્લાસિસમાં છેલ્લા 5 દિવસમાં 7 વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ જાહેર થયા છે. આથી અન્ય બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલીક ધોરણે 14 દિવસ માટે ટ્યૂશન ક્લાસીસ બંધ કરાવી દેવામાં આવ્યા છે.

આ સાથે જ 125 વિદ્યાર્થીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવા માટે સૂચના આપી દેવાઈ છે. જ્યારે અન્ય સ્થળોએ પણ કોવિડ ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધારવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો