જો તમે પણ આવી જાણકારી ફેસબુકમાં શેર કરી હોય તો તરત ડિલિટ કરી દો નહિ તો... - Sandesh
  • Home
  • Technology
  • જો તમે પણ આવી જાણકારી ફેસબુકમાં શેર કરી હોય તો તરત ડિલિટ કરી દો નહિ તો…

જો તમે પણ આવી જાણકારી ફેસબુકમાં શેર કરી હોય તો તરત ડિલિટ કરી દો નહિ તો…

 | 2:16 pm IST

ફેસબુક યૂઝર્સના ડેટા લીક સ્કેંડલને લઈને માર્ક ઝકરબર્ગે પોતાની ભૂલ સ્વીકારી છે. સાથે જ તેમણે યૂઝર્સની પ્રાઈવસી જાળવી રાખવા માટે કેટલાંક જરૂરી પગલાં લેવાની વાત કરી. અમે તમને જણાવીશું કે કઈ એવી વસ્તુઓ છે જે ફેસબુક પરથી ડિલીટ કરવાની રહેશે.

જન્મતારીખની જરૂર નથી
ફેસબુક પર જન્મતારીખની કોઈ જરૂર નથી. ડેટ ઓફ બર્થના ઉપયોગથી હેકર્સ ઘણા પ્રકારની માહિતી મેળવી શકે છે. માટે જ જન્મતારીખ હટાવી લેવી જોઈએ.

ફોન નંબર હટાવી લો
જો તમે ફેસબુક પર તમારો ફોન નંબર રાખ્યો હોય તો તરત ડિલીટ કરી દો. કારણકે કોઈ તમારા નંબરનો મિસયુઝ કરી શકે છે. જો કોઈ તમારો સંપર્ક કરવા ઈચ્છતું હોય તો તે મેસેંજર પર વાત કરી શકશે. પહેલા જ્યારે ફેસબુક પર રજિસ્ટ્રેશન કરાવવાનું હતું ત્યારે ફેસબુક ફોન નંબર માગતું હતું.

લોકેશન શેર ન કરવું
ઘણીવાર આપણે બહાર જઈએ છીએ ત્યારે આપણું લોકેશન શેર કરીએ છીએ. આમ કરવાથી તમે ક્યાં છો તેની જાણકારી મળે છે, જેનો કોઈ ખોટો ઉપયોગ કરી શકે છે. એરપોર્ટ અને ફરવા ગયા હોવ ત્યારેની તસવીરો અપલોડ કરવાનું ટાળવું. એવું બની શકે કે તમારી ગેરહાજરીમાં કોઈ ચોર તમારા ઘરે ચોરી કરી જાય.

એક્સની તસવીરો હટાવી લો
ફેસબુક પરથી તમારા એક્સ ગર્લફ્રેંડ કે બોયફ્રેંડની તસવીરો હટાવી લેવી જોઈએ. કારણકે આની અસર તમારા ભવિષ્ય પર થઈ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે સિંગલ હોવ અને તમારા અરેંજ મેરેજ થવાના હોય.

બોસને ફ્રેંડ લિસ્ટમાં ન રાખો
એવું ઘણીવાર જોવા મળ્યું છે કે તમારા પર્સનલ ઓપનિયન કે વિચારને કારણે બોસે નોકરીમાંથી કાઢી મૂક્યા હોય. માટે જ બોસને ફ્રેંડ લિસ્ટમાં ન રાખવા.

આ પ્રકારના ફોટા હટાવી લેવા જોઈએ
ઘણીવાર તમે પબ કે પાર્ટીમાં ગયા હોવ ત્યાં દારુ પીતા ફોટા પડાવ્યા હોચ છે. જે ફેસબુક પર અપલોડ પણ કર્યા હોય છે. શું તમે જાણો છો કે પ્રાઈવસી સેટિંગને પણ હેક કરી શકાય છે. જો તમારા પરિવારમાંથી કોઈ આ પ્રકારની તસવીર જોવે તો તેમને ખરાબ લાગી શકે છે. ઉપરાંત કંપનીઓ પણ જોબ આપતાં પહેલા તમારી સોશિયલ એક્ટીવિટીઝ ચકાસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન