7-year-old Indian child turns 7 million lottery in Dubai, father says…
  • Home
  • Featured
  • ભારતના 1 વર્ષના બાળકને દુબઈમાં લાગી 7 કરોડની લોટરી, મોજમાં આવીને બાપાએ કહ્યું…

ભારતના 1 વર્ષના બાળકને દુબઈમાં લાગી 7 કરોડની લોટરી, મોજમાં આવીને બાપાએ કહ્યું…

 | 9:34 am IST

યુએઈમાં 1 વર્ષના ભારતીય બાળકની 7 કરોડની લોટરી લાગી છે. આ લોટરી આ બાળકના પિતાએ ખરીદી હતી. સૂત્રોના રિપોર્ટ્સ અનુસાર બાળકના પિતાએ આ લોટરી તેના નામે ખરીદી હતી અને તેણે તેમાં 1 મિલિયન ડોલરની જીત મેળવી છે. મોહમ્મદ સલાહના પિતા રમિસ રેહમાન છેલ્લા એક વર્ષથી દુબઇ ડ્યુટી ફ્રી પ્રમોશનમાં ભાગ લઈ રહ્યા છે અને આ વખતે તેણે 323 સિરીઝની 1319 નંબરની લોટરી પોતાના પુત્રના નામે ખરીદી હતી. રહેમાનની ટિકિટનો લકી ડ્રો મંગળવારે જાહેર કરાયો હતો.

લોટરી જીત્યા બાદ રમીસ રહેમાને કહ્યું, હું આ સમાચારથી ખૂબ જ ખુશ છું અને હું આ ઈનામ માટે દુબઈ ડ્યુટી ફ્રીનો આભાર માનું છું. મારા પુત્રનું ભવિષ્ય હવે ખૂબ સુરક્ષિત છે. જણાવી દઇએ કે યુએઈમાં ઘણા પ્રકારના ભારતીય આ પ્રકારના લકી ડ્રોમાં ભારતીયો પોતાનું લક અજમાવે છે. ગયા વર્ષે દુબઈમાં આવી જ લોટરીમાં એક ભારતીય ખેડૂતે 4 મિલિયન જીત્યા હતા. તો ખેડૂતે આ ટિકિટ તેના મિત્ર પાસેથી ઉધાર લીધેલા પૈસાથી ખરીદી હતી અને દુબઈમાં પોતાને માટે નોકરી ન મળી હોવાથી તે ભારત પરત ફરવા માંગતો હતો.

સૂત્રો અનુસાર મંગળવારના લકી ડ્રોમાં અન્ય ત્રણ લોકોએ લક્ઝરી કાર જીતી હતી. દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના કોનકોર્સ ડી ખાતે લકી ડ્રો દોરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન