7-Year-Old Knocked off Surfboard By Shark Wasn’t Scared
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: જો એક સેકન્ડનો ફરક પડ્યો હોત તો 7 વર્ષનો બાળક કોળિયો બની જાત, શાર્કનો ખતરનાક હુમલો

VIDEO: જો એક સેકન્ડનો ફરક પડ્યો હોત તો 7 વર્ષનો બાળક કોળિયો બની જાત, શાર્કનો ખતરનાક હુમલો

 | 3:24 pm IST

ફ્લોરિડાનો એક ડરામણો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. ત્યાં એક એવી ઘટના બની કે સૌ કોઈનો શ્વાસ અધ્ધર થઈ જાય. એક બાળક દરિયામાં પોતાની મોજમાં ફરી રહ્યો હતો અને સર્ફબોર્ડ પર દરિયાની સફર ખેડી રહ્યો હતો. અચાનક જ વચ્ચે મોટી શાર્ક માછલી આવી ગઈ. બાળક તરત જ બોર્ડની નીચે ઉતરી કુદકો મારી ગયો અને કોઈ જાનહાની ન થઈ.

એક રિપોર્ટ પ્રમાણે સર્ફબોર્ડ પર શૈંડલર નામનો બાળક હતો. એ જ્યારે મુસાફરી કરતો હતો તો શાર્ક તેના બોર્ડ પર ચઢી ગઈ હતી. તે એટેક કરવાના મૂડમાં જ હતી. પરંતુ શાર્ક જેવી જ ઉપર આવી કે તરત જ બાળક નીચે કુદકો મારી ગઈ અને શાર્ક સફળ ન થઈ. જો બાળક બોર્ડ પર સુતેલી અવસ્થામાં હોત તો શાર્કનો કોળિયો થઈ ગયું હોત. બાળકના પિતાનું કહેવું છે કે બાળક છેલ્લા 4 વર્ષની આવી રીતે મુસાફરી કરી રહ્યું છે પરંતુ આવી ઘટના પહેલીવાર બની હતી. તો જુઓ અહીં ખોફનાક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન