70 birds play guitar video goes viral on social media
  • Home
  • Featured
  • VIDEO: 70 ચકલીઓની કરામત પર આખું ગામ ફિદા થઈ ગયું, એવી અજીબ રીતે ગિટાર વગાડ્યું કે…

VIDEO: 70 ચકલીઓની કરામત પર આખું ગામ ફિદા થઈ ગયું, એવી અજીબ રીતે ગિટાર વગાડ્યું કે…

 | 8:21 pm IST

તમે ઘણાં પક્ષીઓની કલબલ સાંભળી હશે. પરંતુ તમે ક્યારેય તેને ગિટાર વગાડતા જોઈ છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે આ નાના પક્ષીઓ સંગીત પણ બનાવે છે, તેમને સંગીતની સારી સમજ છે! આ મોન્ટ્રીયલ મ્યુઝિયમ ઓફ ફાઇન આર્ટ્સમાં સંગીત પ્રદર્શનનો એક કેસ છે, જ્યાં ઝેબ્રા ફિંચ નામના 70 ચકલીઓએ કેટલાંય બેસ અને ઇલેક્ટ્રિક ગિટાર્સના તાર જોડીને આકર્ષક સંગીત બનાવ્યું.

આ ભવ્ય પળનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ’70 ચકલીઓએ કુદરતી રીતે રેન્ડમ રેન્ડમ સિંક્રોનાઇઝેશનમાં ગિટાર વગાડ્યું. જે મને ગમતા સંગીતમાથી એક છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક ગિટાર મોટા હોલમાં ચોક્કસ અંતરે મૂકવામાં આવ્યા છે. બધા જમીનની ઉપર રાખવામાં આવ્યા છે. દિવાલ પર ચકલીઓ માટે છિદ્રો બનાવ્યા છે જેમાંથી બહાર નીકળીને ચકલીઓ ઝુંડમા આવે છે અને કોઈ પણ ગિટાર પર બેસી જાય છે. આ પછી તેમની હિલચાલથી અવાજ બને છે, જે સ્પીકરની સહાયથી, આખા હોલમાં આવે છે. આ દ્રશ્ય કાનની સાથે આંખોને પણ આરામ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન