પ્રાગપર ચોકડી અને ડાભુંડા પાસેથી '૭૦ લાખનો શરાબ ઝડપાયો - Sandesh
  • Home
  • Bhuj
  • પ્રાગપર ચોકડી અને ડાભુંડા પાસેથી ‘૭૦ લાખનો શરાબ ઝડપાયો

પ્રાગપર ચોકડી અને ડાભુંડા પાસેથી ‘૭૦ લાખનો શરાબ ઝડપાયો

 | 2:00 am IST

કચ્છમાં અવાર નવાર અંગ્રેજી પ્રકારનો શરાબ સ્થાનિક પોલીસને બાકાત રાખીને પોલીસની અન્ય શાખાઓ પકડતી હોય છે, ત્યારે તમામ ચેકપોસ્ટો પાર કરીને છેવાડાના મુન્દ્રા સુધી લાખો રૃપિયાનો શરાબ ભરેલું ટ્રેઈલર રાજસ્થાનથી પહોંચી આવ્યું હતું. શરાબના જથ્થાનું કટિંગ થાય તે પૂર્વે આઈજીની રેપીડ રિસ્પોન્સ સેલે પરોઢિયે પકડી પાડયો હતો. વિવિધ બ્રાન્ડની શરાબની પેટીઓ નંગ ૭૮૩ સહિત રૃ.૬૪,૫૬,૪૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ શખસોને ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં ટ્રક માલિક સહિત ૬ શખસોની સંડોવણી ખૂલી હતી.

આરઆર સેલના જમાદાર દિલીપસિંહને બાતમી મળી હતી કે, રાજસ્થાનથી ચોખા ભરેલું ટ્રેઈલર નં. એચઆર   ૪૬ ડી ૮૨૦૬ મુન્દ્રા તરફ આવી રહ્યું છે, જેમાં ચોખાની આડમાં અંગ્રેજી પ્રકારનો શરાબ ભરેલો છે. બાતમીના આધારે આરઆર સેલની ટીમે મુન્દ્રા રોડ પર પહોંચતા પ્રાગપર ચોકડી પાસે વહેલી પરોઢે ૪ઃ૩૦ વાગ્યે ટ્રેઈલર વળાંક લઈ રહ્યું હતું, જેનો પીછો કરી, અટકાવી ચેકિંગ કરતાં તેમાથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઈંગ્લિશ શરાબની અલગ અલગ બ્રાન્ડની શરાબની પેટી નંગ ૭૮૩, બોટલ નંગ ૯૩૯૬, કિં.રૃ. ૩૭,૫૮,૪૦૦ તથા ચોખાના કોથળા નંગ ૨૭૮, કિં.રૃ. ૬,૯૫,૦૦૦ તથા ચાર ફોન કિં.રૃ.૩૦૦૦ તથા ટ્રેઈલર, કિં.રૃ. ૨૦,૦૦૦ સહિત કુલ રૃ. રૃ.૬૪,૫૬,૪૦૦ના મુદ્દામાલ સાથે અમિત બલજીત જાટ, દિનેશ સતવીર જાટ (રહે. બંને કલુલપુર, તા. રોહતક, હરિયાણ), હરપાલસિંહ બચુભા ઝાલા (રહે. ટોકરાડા, તા. લીંમડી, જિ. સુરેન્દ્રનગર, હાલે ગળપાદર, તા. અજાર)ને ઝડપી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં પાંચ સ્થાનિક લોકોના નામ બહાર આવ્યા હતા. જ્યારે વાહન માલિક સહિત કુલ ૯ વિરુદ્ધ સકરાર તરફે સેલના દિલીપસિંહ જામભા જાડેજાએ પ્રોહિબિશનની કલમો હેઠળ મુન્દ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી સવારે સેલની કામગીરીમાં પીએસઆઈ જી.એમ.હડિયા તથા સ્ટાફના પરિક્ષિતસિંહ, મેઘજીભાઈ, શિવરાજસિંહ, જયદીપસિંહ તથા મહાવીરસિંહ જોડાયા હતા. અહીંયા સુધી અવડો દારૃનો જથ્થો કેમ પહોંચ્યો? તે બાબત પોલીસ તંત્ર માટે તપાસનો વિષય છે.