70 year old man petition getting Married Badminton Star PV Sindhu
  • Home
  • Business
  • લ્યો બોલો, 70 વર્ષના વૃદ્ધને ભારતની સુપરસ્ટાર સાથે કરવા છે લગ્ન, ધમકી આપતા કહ્યું કે…

લ્યો બોલો, 70 વર્ષના વૃદ્ધને ભારતની સુપરસ્ટાર સાથે કરવા છે લગ્ન, ધમકી આપતા કહ્યું કે…

 | 6:35 pm IST

કહેવાય છે કે પ્રેમ અને લગ્ન કરવાની કોઈ ઉંમર નથી હોતી. પણ કોઈ સેલિબ્રિટી સાથે લગ્ન કરવાની જીદે ચડે તો અને તે પણ પોતાનાથી ત્રણ ઘણી નાની કોઈ સુપરસ્ટાર સાથે તો??? કંઈક આવી જ હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે.

વાત એમ છે કે, તમિળનાડુમાં એક 70 વર્ષના વૃદ્ધ માત્ર 24 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા તલપાપડ બન્યા છે. આ માટે તેમણે રીતસરની જીલ્લા કલેક્ટર ઓફિસમાં એક અરજી પણ આપી દીધી છે. હવે આ 70 વર્ષના જે 24 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા માંગે છે તે યુવતી બીજી કોઈ નહીં પણ સુપરસ્ટાર બેડમિંટન સ્ટાર પીવી સિંધુ છે.

તમિળનાડુના રામનાથપુરમ જીલ્લાના રહેવાસી મલયસામી કે જેમની ઉંમર 70 વર્ષ છે. તેમણે જીલ્લા કલેક્તર ઓફિસમાં જઈને એક અરજી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ બેટમિંટન સ્ટાર પીવી સિંધુ સાથે લગ્ન કરવા માંગે છે.

મલયસામીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે, જો કલેક્ટર ઓફિસે તેના માટે જરૂરી વ્યવસ્થા ના કરી તો તેઓ પીવી સિંધુનું અપહરણ કરી લેશે. 70 વર્ષના વૃદ્ધે બેડમિંટનમાં ગોલ્ડ મેડલ જીતનારે ખેલાડી પીવી સિંધુ અને પોતાના ફોટો સાથેનું એક આવેદન પત્ર પણ આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તેમને પીવી સિંધુ સાથે લગ્ન કરવામાં રસ છે.

વૃદ્ધે એમ પણ કહ્યું છે કે, પીવી સિંધુ માત્ર 16 વર્ષની હતી ત્યારથી જ તેનાથી પ્રભાવિત છે. સાથે જ તેઓ સિંધુની કારકિર્દીથી પણ ખુબ જ પ્રભાવીત છે અને હવે તેઓ તેને પોતાની જીવનસાથી બનાવવા માંગે છે.

આ વીડિયો પણ જુઓ : 2 ઓક્ટોબરના કાર્યક્રમને લઈ PM મોદીની રાજભવનમાં બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન