72nd Republic Day: No Foreign Chief Guest on 26 January
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગણતંત્ર દિવસ પર તૂટશે 55 વર્ષનો રેકોડ, કોઈપણ મુખ્ય અતિથિ નહીં હોય

ગણતંત્ર દિવસ પર તૂટશે 55 વર્ષનો રેકોડ, કોઈપણ મુખ્ય અતિથિ નહીં હોય

 | 7:40 pm IST
  • Share

ભારતના 72મા ગણતંત્ર દિવસે (Republic Day) આ વર્ષે કોઈપણ દેશના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે નહીં. વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે કે કોરોના વાયરસને લીધે આ વર્ષે ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે વિદેશી રાષ્ટ્ર પ્રમુખ અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા 55 વર્ષોમાં એટલે કે વર્ષ 1966 બાદ આ પહેલીવાર બનશે જ્યારે ભારતનો ગણતંત્ર દિવસ મુખ્ય મહેમાન વિના ઉજવાશે. તે પહેલાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનવાના હતા, પરંતુ તેમણે કોરોનાથી તેમના દેશની કથળતી પરિસ્થિતિને કારણે પ્રવાસ રદ કર્યો હતો.

જો કે તે બાદ સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને આમંત્રિત કર્યાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. પણ તેની પણ કોઈ પુષ્ટિ થઈ શકી ન હતી. પણ આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સાફ કરી દીધું છે કે આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી વિદેશી મુખ્ય અતિથિ વગર જ થશે.

આ વીડિયો પણ જુઓઃ રાજકોટમાં DJ વગાડતા શખ્સ સામે ગુનો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન