73rd Independance Day 2019 Celebrations, PM Modi on Red Fort
  • Home
  • Featured
  • લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કરી આ મહત્વની જાહેરાતો

લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કરી આ મહત્વની જાહેરાતો

 | 6:55 am IST

આજે 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરશે. લાલ કિલ્લા પરથી ભાષણ આપતા પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં કયા ક્યા મુદ્દાઓ શામેલ કરશે તેના પર સૌકોઈની નજર છે.

સ્વતંત્રતા પર્વ પર આતંકી હુમલાના એલર્ટના પગલે રાજધાની દિલ્હીમાં સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પોલીસ, સુરક્ષાકર્મી, ટ્રાફિક પોલીસ, એનએસજી, સૈન્ય અને એસપીજીના કમાંડો તૈનાત કરવામાં આવશે. સાથે જ આકાશમાંથી પણ સતત ચાંપતી નજર રાખવામાં આવશે. ગુપ્તચર વિભાગે આપેલા એલર્ટ બાદ લાલકિલ્લા અને તેની આસપાસ દિલ્હી પોલીસના હજારો કર્મીઓ અને અર્ધ સૈનિક બળોની ટુકડીઓ તૈનાત રહેશે. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિયોએ ભારતીયોન સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

 જાણો પળેપળની અપડેટ્સ

* ખેડૂતોને અપીલ, કેમિકલ, રસાયણ, દવાઓનો ઉપયોગ ટાળવા પીએમ મોદીની અપીલ.

* દેશનો દરેક પરિવાર દેશમાં જ ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળો પર ફરવા જવાની પીએમ મોદીની અપીલ

* દુકાનદારો ડિજિટલ પેમેન્ટને બળ આપે, “ડિજિટલ પેમેન્ટને હા-રોકડને ના’ કહો : મોદી

* પ્લાસ્ટિકની થેલીઓના બદલે શણની થેલીઓ ઉપયોગમાં લો, દિવાળી પર કપડાના થેલા ભેટ્માં આપો : નરેન્દ્ર મોદી

* અફઘાનિસ્તાનના આવનારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી : પીએમ મોદી

* હવેથી ત્રણેય સેનાઓ હવાઈ દળ, પાયદળ અને નૌકાદળના એક પ્રમુખ હશે : પીએમ મોદી.

* ત્રણેય સેનાની ઉપર સીડીએસની રચના કરાશે જે ત્રણેય સેનાનું તેતૃત્વ કરશે : પીએમ મોદી

*ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની રચના કરવામાં આવશે : મોદી.

* સૈન્યનું આધુનિકરણ કરવાની કરી જાહેરાત.

*દેશના જવાનો, સુરક્ષાબળોની કામગીરી પ્રશંસનિય : પીએમ મોદી.

* આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને દુનિયા સામે ખુલ્લા પાડવામાં આવશે : મોદી

* પાકિસ્તાનને લીધું આદે હાથ, આતંકવાદને લઈને કર્યા જબજરજસ્ત પ્રહાર.

* દેશમાં વધુમાં વધુ રોજગારી પેદા થાય.

* વૈશ્વિક પરિદ્રષ્યમાં ભારત ચુપ થઈને બેસી ના શકે : મોદી

* 5 ટ્રિલિયન ડૉલરનું સપનું દરેક ભારતીયનું હોવું જોઈએ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

*ઉત્તમમાં ઉત્તમ રેલવે સ્ટેશન મળતા લોકો પુછે છે કે, હવે એરપોર્ટ ક્યારે આવશે : પીએમ મોદી.

* ના સરકારનો અભાવ હોય, ના સરકારનો દબાવ હોય : નરેન્દ્ર મોદી.

* રોજીંદી જીંદગીમાં સરકારી દખલગીરી ઓછી થાય : પીએમ મોદી

* ભાઈ-ભત્રીજાવાદ, ભ્રષ્ટાચારનો ખાતમો થવો જોઈએ, અધિકારીઓ પર સરકારનું દબાણ ના હોવું જોઈએ : વડાપ્રધાન

* નવા જન્મનાર બાળકનું ભવિષ્ય પરિવાર નક્કી કરે છે : વડાપ્રધાન

* વસ્તી વધારો એક મોટી સમસ્યા, આપણે વસ્તી વિસ્ફોટની આપણે ચિંતા કરવી પડશે.

* લાલ કિલ્લા પરથી પીએમ મોદીની મોટી જાહેરાત – દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે.

* વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણી સંબંધે ગુજરાતના મહુડીનો કર્યો ઉલ્લેખ. 

* વન નેશન, વન ઈલેક્શન પર ચર્ચા થવી જોઈએ, દેશભરમાં એકસાથે ચૂંટણી વાત થવી જોઈએ : મોદી.

* મારા માટે દેશનું સપનું મહત્વનું રાજનીતિ નહીં : નરેન્દ્ર મોદી

* 70 વર્ષમાં તમે કલમ 370 કેમ ના હટાવી? બહુમતિ હોવા છતાંયે કેમ ના હટાવી? : પીએમ મોદી.

* 370 અને 35એ ને લઈને કોંગ્રેસને માર્યો જોરદાર ટોણોં.

* સત્તામાં આવ્યાને 70 જ દિવસમાં કલમ 370 હટાવી દેવામાં આવી : નરેન્દ્ર મોદી.

* અમે સમસ્તાઓને ટાળતા નથી ને પાળતા પણ નથી : પીએમ મોદી

* ટ્રીપલ તલાક હટાવવાથી મુસ્લીમ બહેનોને લાભ થયો, સતી પ્રથાની જેમ ટ્રિપલ તલાકની સમસ્યામાંથી મુક્તિ મળી.

* અમે ટ્રિપલ તલાકનો પણ અંત લાવ્યા.

* 5 વર્ષમાં અમે સતત પ્રયાસ કર્યા, રોજીંદી જરૂરિયાતો-સમસ્યા પર ધ્યાન આપ્યું અને અમે ગાડી ટ્રેક પર લઈ આવ્યા : મોદી

* નવી સરકાર રચાયાના 10 સપ્તાહ પણ નહોતા થયા ને 370, 35A હટાવી સરદાર વલ્લભભાઈના સપનને પુરૂ કરવાનુ મહત્વનું પગલું ભર્યું : મોદી

* પીએમ મોદીએ કાશ્મીરમાંથી 370 અને 35A હટવાનો ઉલ્લેખ કર્યો.

* પૂર પીડિતો માટે પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના.

* લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેંદ્ર મોદીનું ભાષણ શરૂ. 

* વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ધ્વજ વંદન. 

* રાજનાથ સિંહે પોતાના નિવાસસ્થાને ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ.

*રાજઘાટ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી, મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી.

* ગુગલે પણ પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા.

* ટ્વિટ કરીને પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી 73મા સ્વતંત્રતા દિવસ પર પાઠવી શુભેચ્છા.

* અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પિયોએ ભારતીયોન સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી.

આ વીડિયો પણ જુઓ

ફરી એકવાર છલકાયો PM મોદીનો બાળપ્રેમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન