લોહી ઉકળી જાય તેવો video, પ્રોપર્ટી માટે કપૂતોએ 75 વર્ષના પિતાને જાનવરની જેમ માર્યા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • લોહી ઉકળી જાય તેવો video, પ્રોપર્ટી માટે કપૂતોએ 75 વર્ષના પિતાને જાનવરની જેમ માર્યા

લોહી ઉકળી જાય તેવો video, પ્રોપર્ટી માટે કપૂતોએ 75 વર્ષના પિતાને જાનવરની જેમ માર્યા

 | 5:24 pm IST

કર્ણાટકના બંગાલકોટમાં સંબંધો અને માનવતાને શર્મસાર કરી નાખે તેવો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક 75 વર્ષના વયોવૃદ્ધને બે લોકો રસ્તા પર પાડીને ઢોર માર મારી રહ્યાં છે. સૌથી હિચકારી વાત એ છે કે મારનારા બે વ્યક્તિ તે વૃદ્ધના પુત્રો છે. આ કળિયુગી પુત્રો પ્રોપર્ટી માટે પિતાને જાનવરની જેમ મારી રહ્યાં છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વૃદ્ધના પેટ પર એક પુત્ર ચડી ગયો છે અને બીજો પુત્ર તેના પગ બાંધી રહ્યો છે. રસ્તા પર બીજા પણ કેટલાક માણસો ઊભા છે પરંતુ તેઓ વૃદ્ધને બચાવવા માટે આગળ આવતા નથી અને વીડિયો બનાવવામાં જ વ્યસ્ત છે. બંને કપૂતો પ્રોપર્ટીના ભાગલા પાડવા માંગે છે પરંતુ પિતા તેના માટે તૈયાર નથી.

ફૂટેજ મુજબ વૃદ્ધ પોતાના બચાવમાં લાકડી પણ ઉઠાવે છે પરંતુ તેમના પુત્રો વૃદ્ધ ઉપર ચડીને તેમના હાથપગ બાંધી દે છે. જાહેરમાં પિતા સાથે આવો વ્યવહાર કરતા તેમને જરાય ખચકાટ થતો નથી અને કોઈ તેમને રોકતું પણ નથી. આ તે કેવી દુનિયા?

;