૭૯૩ દિવસ સુધી ચાર્જશીટ ન થતાં ગબી ગેંગના સરદારને જામીન મળ્યા - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ૭૯૩ દિવસ સુધી ચાર્જશીટ ન થતાં ગબી ગેંગના સરદારને જામીન મળ્યા

૭૯૩ દિવસ સુધી ચાર્જશીટ ન થતાં ગબી ગેંગના સરદારને જામીન મળ્યા

 | 1:34 am IST

અમદાવાદ,તા.૮

પોલીસ તપાસમાં કેટલી ગંભીર બેદકારીઓ રાખે છે તેનો ઉત્તમ નમૂનો બહાર આવવા પામ્યો છે. દાહોદની ચડ્ડી બનિયનધારી ગબી ગેંગના સરદારની અસલાલી પોલીસે ધાડના ગુનામાં ધરપકડ કરીને ૭૯૩ દિવસ સુધી કોર્ટમાં ચાર્જશીટ જ દાખલ કર્યું નહી. આરોપીઓ કાનૂની પ્રકિયા હાથ ધરીને ડિફોલ્ટ જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેની સુનાવણી બાદ ગ્રામ્ય કોર્ટના એડી.જયુડી. મેજિસ્ટ્રેટ ફસ્ટ કલાસ અભિષેક સાહુએ આરોપીને ૨૫ હજારના જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, તપાનીશ અધિકારી સામે કાર્યવાહી થશે કે ભીનું સકેલી લેવામાં આવશે તે જોવાનું રહ્યુ.

આ કેસની વિગત એવી છે કે, બારેજા પાસે આવેલી હરી સોસાયટીમાં ગતતા. ૨૬-૭-૨૦૧૧ના રોજ ચડ્ડી બનીયરધારી ગેંગ પાઈપો અને ધોકા સાથે બે મકાનના દરવાજો તોડીને સંજયભાઈ તથા અન્યોને મારીને ૬૭ હજારની લૂંટ ચલાવીને પલાયન થઈ ગયા હતા. આ અંગે અસલાલી પોલીસે સંજયભાઈ પંચાલની ફરિયાદ લઈને ધાડ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. અસલાલી પોલીસ મથકના પીએસઆઈ એ.બી. વોરાએ ગત તા.૨૨-૧૨-૨૦૧૫ના રોજ ટ્રાન્સફર વોરન્ટના આધારે દાહોદના ગબી ઉર્ફે ગોપાલ વિરીયાભાઈ મોહાનીયાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા બાદ જેલમાં મોકલી આપ્યો હતો. આરોપી સામે અસલાલી પોલીસે ૯૦ દિવસમાં ચાર્જશીટ કરવાનું હતુ.

જે પોલીસે નહીં કરતા આરોપી ગબી ઉર્ફે ગોપાલ મોહનીયાએ એડવોકેટ ભગવાન જી. પ્રજાપતિ મારફતે ક્રિમિનલ પ્રોસિજરની કલમ ૧૬૭(૨) મુજબ ડિફોલ્ટ જામીન મેળવવા માટે અરજી કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, ધરપકડ થયાના ૭૯૩ દિવસ થયા છે. આમ છતા પોલીસે ચાર્જશીટ કર્યુ નથી.જેથી આરોપીને જામીન મંજૂર કરવા જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ૨૫ હજારના શરતી જામીન પર મુકત કર્યા છે.

;