India's Top Businessmen Mukesh Ambani visits Kedarnath
  • Home
  • Featured
  • News @03 PM: ફરી દિપડો દેખાયો, અનિલ અંબાણીની કંપનીના ખાતા ખાલી ખમ

News @03 PM: ફરી દિપડો દેખાયો, અનિલ અંબાણીની કંપનીના ખાતા ખાલી ખમ

 | 2:46 pm IST

દિવાળીનાં પર્વની દેશભરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતની નડાબેટ બૉર્ડર પર જવાનો પણ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ. રામભરોસે ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ઝડપાયું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી દીધી છે. શું ખરેખર અનિલ અંબાણીની કંપનીના બેંક ખાતામાં માત્ર 19 કરોડ રૂપિયા જ બચ્યા છે! શેર વોર્ને ભારતના આ દિગ્ગજ ક્રિકેટરને ગણાવ્યો ‘ઘમંડી’. ઋષિ કપૂરની તબિયતને લઇને દીકરી રિદ્ધિમાએ કર્યો મોટો ખુલાસો. Photos: ‘તારક મહેતા…’ની બબીતાને પસંદ છે ‘બિગ બૉસ’નો આ કંટેસ્ટંટ સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

વધુ વાંચો એક ક્લિક પર-1: નડાબેટ બૉર્ડર પર પહોંચ્યા સીએમ રૂપાણી, BSF જવાનો સાથે ઉજવશે દિવાળી

દિવાળીનાં પર્વની દેશભરમાં ધૂમધામથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાતની નડાબેટ બૉર્ડર પર જવાનો પણ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. પ્રકાશ પર્વ દિવાળીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. 

વધુ વાંચો એક ક્લિક પર-2: ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયાનાં દ્રશ્યો સીસીટીવીમાં કેદ થતા ભયનો માહોલ

ગાંધીનગરમાં થોડાક દિવસ પહેલા નવા સચિલયમાં દીપડો ઘસ્યો હતો. લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. 12 કલાકની મહેનત બાદ પુનિત વન પાસેથી દીપડાને પાંજરે પુરવામાં આવ્યો હતો.

વધુ વાંચો એક ક્લિક પર-3: રામભરોસે ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ઝડપાયું, હોટલ માલિક અને દલાલની ધરપકડ

અમરેલીના ટાવરચોક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે. રામભરોસે ગેસ્ટ હાઉસમાં દરોડા પાડી પોલીસે હોટલ માલિક અને એક દલાલની ધરપકડ કરી છે.

વધુ વાંચો એક ક્લિક પર-4: UPના CM યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરતા કહ્યું કે…

આખરે જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તેની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી દીધી છે. 

વધુ વાંચો એક ક્લિક પર-5: શું ખરેખર અનિલ અંબાણીની કંપનીના બેંક ખાતામાં માત્ર 19 કરોડ રૂપિયા જ બચ્યા છે!

રિલાયંસ ટેલિકોમ અને તેની યૂનિટ રિલાયંસ કોમ્યૂનિકેશંસ લિમિટેડ એમ બંને કંપનીએઓના તમામ 144 બેંક ખાતાઓમાં કુલ મળીને 19.34 કરોડ રૂપિયા બચ્યા છે.

વધુ વાંચો એક ક્લિક પર-6: શેર વોર્ને ભારતના આ દિગ્ગજ ક્રિકેટરને ગણાવ્યો ‘ઘમંડી’

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન સ્પિનર શેન વોર્નએ પોતાની આત્મકથા નો સ્પિનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રથમ સત્ર દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે સંકળાયેલ પોતાની યાદોને યાદ કરતા એક સ્ટાર ભારતીય ખેલાડીને અહંકારી, એક યુવાને ભવિષ્યનો ખેલાડી અને ખેલાડીઓ સાથે વિતાવેલા પળનો ઉલ્લેખ કર્યો છે. 

વધુ વાંચો એક ક્લિક પર-7: ઋષિ કપૂરની તબિયતને લઇને દીકરી રિદ્ધિમાએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

અત્યારે ઋષિ કપૂર ન્યૂયૉર્કમાં મેડિકલ ટ્રીટમેન્ટ લઇ રહ્યા છે. એક્ટરની બીમારીને લઇને અલગ અલગ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. તેમની દીકરી રિદ્ધિમા કપૂરે પિતાની તબિયતથી જોડાયેલી અપડેટ આપી છે.

વધુ વાંચો એક ક્લિક પર-8: વોટ્સએપનું Last Seen આ રીતે કરો Hide, આ છે પ્રોસેસ

વોટ્સએપ લોકોને સોશિયલ થવાની સહેલી અને સારી રીત છે. પરંતુ કેટલીક વખતે તેની પર ઘણા એવા લોકો ટકરાઇ જાય છે. જેના મેસેજનો તમે રિપ્લાય કરવા માંગતા નથી.

વધુ વાંચો એક ક્લિક પર-9: દિવાળીની રજાઓમાં એકલા ફરવા જઇ રહ્યા છો તો રાખો આ વાતનું ધ્યાન

દિવાળીના વેકેશનમાં ઘણા લોકો બહાર ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. પરંતુ ઘણી વખત એવી વાતો હોય છે તેનું આપણે ધ્યાન રાખવાનું ભૂલી જતા હોઇએ છીએ. એમાં પણ ખાસ કરીને જો તમે એકલા કોઇ જગ્યાએ ફરવા જઇ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

વધુ વાંચો એક ક્લિક પર-10: Photos: ‘તારક મહેતા…’ની બબીતાને પસંદ છે ‘બિગ બૉસ’નો આ કંટેસ્ટંટ

‘બિગ બૉસ-12’ દિવાળી ધમાકા વીક બાદથી રસપ્રદ બન્યો છે. ગત સીઝનનાં કંટેસ્ટેંટ્સની એન્ટ્રીએ શૉને રસપ્રદ બનાવી દીધો છે. ઘરનાં સૌથી જાણીતા કંટસ્ટંટ શ્રીસંતને લઇને સોશિયલ મીડિયા પર જોરદાર માહોલ બન્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.