7th November 2019: Top Headline Till 3 PM
  • Home
  • Featured
  • [email protected]: શિવસેનાના MLAs હોટલમાં થયા શિફ્ટ, ‘મહા’ વાવાઝોડાના લીધે ઉનામાં 5 ઇંચ વરસાદ

[email protected]: શિવસેનાના MLAs હોટલમાં થયા શિફ્ટ, ‘મહા’ વાવાઝોડાના લીધે ઉનામાં 5 ઇંચ વરસાદ

 | 2:56 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ ચાલું છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય દળનાં નેતાઓ મળવાને છે. બીજેપી આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ સાથે જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે પોતાના પાર્ટી ધારાસભ્યોની સાથે બેઠક કરી અને ત્યારબાદ તમામ ધારાસભ્યોને એક હોટલમાં મોકલી દેવાયા છે. આમ મહારાષ્ટ્રનું રાજકીય ઘમાસાણનો હજુ સુધી અંત આવ્યો નથી. ગુજરાતમાંથી મહા વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે. પરંતુ તેની અસર આખે ગુજરાતને થઇ રહી છે. હાલ સમગ્ર ગુજરાતમાં સામાન્યથી અતિભારે વરસાદ દેખાઇ રહ્યો છે. મહા વાવાઝોડાની અસર દીવ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાનાં વિસ્તારોમાં વધારે જોવા મળી રહી છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો કરતારપુર કોરિડોર પર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનને પાકિસ્તાની સેનાએ જૂઠા સાબિત કરી દીધા છે. સેનાએ ભારતીય શ્રદ્ધાળુઓ માટે પાસપોર્ટને અનિવાર્ય કરી દીધો છે સહિતના અગત્યના સમાચાર

વધુ વાંચવા કરો ક્લિક-1: જીદે ચડેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, જે નક્કી થયું એ જ લઇશું, શિવસેનાનાં MLAને હોટલમાં લઈ જવાયા

શિવસેના ધારાસભ્યો સાથે બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “અમે કંઇ વધારે નથી માંગ્યું. જે પહેલા નક્કી થયું હતુ, અમારે એ જ જોઇએ. બીજેપી નેતાઓ સાથે મારી કોઈ સીધી વાત નથી થઈ. અમારી પાસે તમામ વિકલ્પ છે, પરંતુ…

વધુ વાંચવા કરો ક્લિક-2: મહારાષ્ટ્રમાં સત્તાની ખેંચતાણ વચ્ચે ગડકરીએ શિવસેનાને CM પદને રોકડું પરખાવી દીધું

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવવાના 14 દિવસ બાદ પણ સરકાર રચનાને લઇ ચાલી રહેલ ખેંચતાણની વચ્ચે ભાજપના દિગ્ગજ નેતા નિતિન ગડકરીએ પહેલી વખત ટિપ્પણી કરી છે. તેમણે શિવસેનાની સાથે સરકાર રચવાને લઇ ચાલી રહેલ ખેંચતાણના સમાધાનની આશા વ્યકત કરતાં કહ્યું કે…

વધુ વાંચવા કરો ક્લિક-3: ‘મહા’ વાવાઝોડાના કારણે દીવનો દરિયો ગાંડોતૂર, આ વિસ્તારમાં ગાજવીજ સાથે 5 ઇંચ વરસાદ

દીવથી યૂ ટર્ન વખતે મહાની ગતિ 40થી 50 કિમીની રહેશે. યૂ ટર્ન બાદ ફરી મહુવા તરફ મહા આવી શકે છે. મહુવા તરફ આવે ત્યારે મહા વાવાઝોડાની સ્પીડ ધીમી હશે. મહા વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: હોટેલમાં જમનારા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે એવો પરિપત્ર જાહેર કર્યો કે….

ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો હોટેલ સંચાલકોને આજે મોટો આદેશ જાહેર કર્યો છે. હવેથી કોઇ પણ હોટેલના રસોડામાં નો એન્ટ્રી બોર્ડ ન લગાવવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના સંચાલકોએ જણાવ્યું છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: ઇમરાન ખાનનાં અરમાનોને પાકિસ્તાની સેનાએ તોડ્યા, કરતારપુર પર પાક. PM જૂઠા પડ્યા

આ પહેલા પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાને એક નવેમ્બરનાં પોતાના ટ્વિટમાં કહ્યું હતુ કે, ‘કરતારપુર આવનારા ભારતીયોને પાસપોર્ટની જરૂરિયાત નથી, ફક્ત તેમની પાસે એક માન્ય દસ્તાવેજ હોવો જોઇએ.’ આ સાથે જ ઇમરાન ખાને કહ્યું હતુ કે શ્રદ્ધાળુઓને 10 દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની અડચણથી છૂટ આપવામાં આવે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રીજા વનડે મેચમાં શાનદાર જીત હાંસલ કરી ત્રણ મેચની સિરીઝ પર કબજો કર્યો છે. સર વિવિયન રિચર્ડ્સ મેદાન પર થયેલ આ સિરીઝના અંતિમ મેચમાં વેસ્ટઇન્ડીઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મહિલા ટીમ ઇન્ડિયાને 195 રનનો લક્ષ્ય આપ્યો હતો.

વધુ વાંચવા કરો ક્લિક-7: સારા સમાચાર, હવે આવી રહ્યાં છે વિશ્વભરની અર્થવ્યવસ્થાના ‘સારા દિવસો’

વૈશ્વિક મંદીથી પરેશાન દુનિયાભરના લોકોને જલ્દીથી રાહત મળી શકે છે. સૂત્રો મુજબ વિશ્વવ્યાપી વ્યાજ દરમાં ઘટાડો અને યુ.એસ.-ચીન વેપાર યુદ્ધ વચ્ચે ‘ટ્રેડ વોર’ ઘટાડવાની સેન્ટ્રલ બેન્કની ઘોષણા અંતની આશા સાથે આર્થિક મંદીના સંકેતો સમાપ્ત થઈ રહ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-8: બોલિવૂડ મહાનાયકની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિફ્ટી પૂરી, અભિષેકે લખ્યો ગદગદ કરી દે તેવો મેસેજ

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 50 વર્ષ પૂરા કર્યા છે. અભિષેક બચ્ચને આ ગોલ્ડન જુબલી પર અમિતાભનો બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કર્યો છે. ફોટોની સાથે તેમણે પિતા અમિતાભ માટે એક ખાસ નોંધ પણ લખી છે.

વધુ વાંચવા કરો ક્લિક-9: Reliance Jioના બેસ્ટ પ્રી-પેઈડ પ્લાન્સ, મળશે 2GBથી લઈને 5GB સુધીનો ડેટા

રિલાયન્સ જિયો તેના શ્રેષ્ઠ પ્લાન્સ માટે જાણીતી છે. નિ:શુલ્ક અનલિમિટેડ કોલિંગ પ્લાન જિઓના આગમન પછી જ શરૂ થઈ હતી. આજે તમને આવી જ કેટલાક પ્લાન્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં યુઝર્સને દરરોજ 2GBથી વધુ ડેટા આપવામાં આવે છે.

વધુ વાંચવા કરો ક્લિક-10: 12 વર્ષ પછી થયો આ મોટો સંયોગ, કેમ દેવઊઠી અગિયારસ પર લગ્નનું કોઇ શુભ મુહૂર્ત નહીં?

વર્ષમાં ત્રણ વખત લગ્ન માટે સારા મુહૂર્ત આવે છે જેમા વસંત પંચમી, દેવી ઉઠી અગિયારસ તેમજ ફુલેરા બીજ સામેલ છે. એવામાં આઠ નવેમ્બરે દેવઉઠી અગિયારસ છે. પરંતુ વર્ષો પછી આ વખતે રાશિની હેરફેરને લઇને દેવ ઉઠી અગિયારસ પર લગ્ન માટે કોઇ સારા મૂહુર્ત નથી. કારણ કે…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન