7th-cpc-pay-hike-announcement-on-august-15
  • Home
  • Featured
  • કેન્દ્રીય કર્મચારીઓ આનંદો, 15 ઓગસ્ટે PM મોદી કરી શકે છે આ મોટી જાહેરાત!

કેન્દ્રીય કર્મચારીઓ આનંદો, 15 ઓગસ્ટે PM મોદી કરી શકે છે આ મોટી જાહેરાત!

 | 5:06 pm IST

મોદી સરકાર આ વખતે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર સરકારી કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે. તેમાં 7માં વેતન પંચમાં ઈતર ભથ્થામાં વધારો કરવાની જાહેરાતનો સમાવેશ થાય છે. આ દાવો અલગ અલગ મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

જો કે, સરકારે સંસદમાં 7મા વેતન પંચમાં વધારાના ભથ્થાની સંભાવનાને નકારી દીધી છે. લોકસભામાં નાણા રાજ્યમંત્રી પી. રાધાકૃષ્ણનને કહ્યું હતું કે, 7મા વેતન પંચની ભલામણથી ઈતર ન્યૂનતમ બેસિક વધારવાની સરકારની કોઈ યોજના નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારી તેના માટે આશાવાદી છે કારણ કે મોદી સરકારે હાલમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી)માં વધારો કર્યો છે. તેનાથી કર્મચારીઓને પણ ન્યૂનતમ વેતનમાં વધારાની આશા જાગી છે. સરકારે ખરીફ પાકોની એમએસપી દોઢ ગણી વધારે છે.

26 હજાર ન્યૂનતમ બેસિક ચૂકવે સરકાર
કર્મચારીઓને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેતનમાં વધારાની સાથે સાથે રિટાયરમેન્ટ ઉંમર પણ વધારીને 62 કરી શકે છે. તેનો ફાયદો લગભગ 1 કરોડ કેન્દ્રિય કર્મચારીઓને થશે. કર્મચારી ન્યૂનતમ વેતન 18000થી વધારીને 26000 કરવાની માંગણી કરી રહ્યા છે. જાન્યુઆરી 2016માં કેન્દ્રિય કર્મચારીઓના વેતનમાં 14 ટકાનો વધારો થયો હતો. જો કે, કર્મચારી તેનાથી ખુશ નહોતા. કારણ કે કોસ્ટ ઓફ લિવિંગ અને વધતી મોંઘવારીની તુલનામાં આ વધારો ઓછો હતો. સરકારી કર્મચારીઓની માંગ છે કે ન્યૂનતમ વેતન અને ફિટમેંટ ફેક્ટરને વધારવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન