8 Arrest in Mundra port drug seizure case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુન્દ્રા ડ્રગ્સ કેસ: 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ

મુન્દ્રા ડ્રગ્સ કેસ: 4 અફઘાન નાગરિક સહિત કુલ 8ની ધરપકડ

 | 9:49 pm IST
  • Share

ડિરોક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI)એ બુધવારે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર બે કન્ટેનરોમાંથી લગભગ 3 હજાર કિલોગ્રામ જેટલો ડ્રગ્સનો રેકોર્ડ બ્રેક જથ્થો જપ્ત કરવાના કેસમાં અત્યાર સુધી 4 અફઘાન નાગરિકો, એક ઉઝબેક અને 3 ભારતીય નાગરિકો સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી છે.

અફઘાનિસ્તાના કંદહાર પોર્ટ પરથી દરિયાઈ માર્ગે મુન્દ્રા પોર્ટ પર આવેલા બે આયાતી કન્ટેનરની અંદર ડ્રગ્સ છૂપાવવામાં આવ્યું હતું. આંધ્ર પ્રદેશના વિજયવાડાના આયાતકારે ટેકલમ પાઉડરનું કસ્ટમ સમક્ષ ડિકલેરેશન કરીને હેરોઇનની થેલીઓ ભરી દીધી હતી. જેની બાતમીના આધારે મુંબઇ અને દિલ્હી એનસીબીના અધિકારીઓને મળતા ગાંધીધામ DRIની ટીમે બંને કન્ટેનરો અટકાવીને સીલ મારી દીધા હતા. બીજા દિવસે સ્ટેટ આઇબી, ભુજ પોલીસ, સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓનો કાફલો પોર્ટ પર પહોચી ગયો હતો અને ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

બન્ને કન્ટેનરની તપાસમાં પ્રથમ કન્ટેનરમાંથી 1999.58 કિલો અને બીજા કન્ટેનરમાંથી 988.64 કિલો મળી કુલ 2988.22 કિલોગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

આ ઓપરેશનના ભાગરૂપે DRI સહિતની એજન્સીઓએ દેશભરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ, ગાંધીધામ, માંડવી, દિલ્હી, નોઈડા, કોઈમ્બતુર અને ચેન્નાઈમાં તપાસ ચાલી રહી છે. જેમાં નોઈડાના ઘરમાંથી 10 કિલો કોકેઈન અને 11 કિલો શંકાસ્પદ હેરોઈન ઝડપાયું હતું. જ્યારે દિલ્હીના ગોડાઉનમાંથી 16 કિલો હેરોઈન ઝડપાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી ડ્રગ્સની હેરાફેરી એકાએક વધી ગઈ છે. NCBએ બે મહિનામાં 12 કરોડ રૂપિયાનું કોકેઈન જપ્ત કર્યું છે. જ્યારે વડોદરા નજીક એમડી ડ્રગ્સ સાથે 7 ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી હતી. ગુજરાતમાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવવાના કારણે સેન્ટ્રલ એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો