8 arrested in Vadodara drink alcohol
  • Home
  • Baroda
  • લો બોલો! શ્રાવણ પુરો થતા ચાલું કારે દારૂથી ‘પારણાં’ કર્યા, પોલીસે 8ને દબોચ્યા

લો બોલો! શ્રાવણ પુરો થતા ચાલું કારે દારૂથી ‘પારણાં’ કર્યા, પોલીસે 8ને દબોચ્યા

 | 7:28 am IST

શ્રાવણ મહિનો પુરો થયા પછી પારણાં કરવા નીકળ્યા હોય તે રીતે ગઈકાલે રવિવારે મોડીરાતે કારમાં દારુની મહેફીલ માણી રહેલાં જમીન દલાલો સહીત સાત જણાંની બે અલગ અલગ કારમાંથી પોલીસે ગોરવા અને રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી ધરપકડ કરી હતી.

તા.10મીએ સોમવારે ભારત બંધનું એલાન હતુ. પૂર્વ મોડીરાતે પોલીસ વિવિધ પોઈન્ટો પર ચેકિંગમાં હતી. રેલ્વે સ્ટેશન ગરનાળા પાસેથી એક કાર વાંકી ચુકી આવી રહી હતી. જે કારને રોકીને ચેક કરતાં ડ્રાઈવર સીટ પરથી મકરંદ નરહરિ ભાટવડેકર (રહે, પૂજન એપાર્ટમેન્ટ, દરબાર ચોકડી માંજલપુર), રાહુલ નામદેવ આગવણે અને વિશ્વજિત બાબલુદલાલ સરદાર (બંન્ને રહે, ભાયંદર ઈસ્ટ,મુંબઈ)ને નશો કરેલી હાલતમાં ઝડપી પાડયા હતા. જે ત્રણે જણાં જમીન દલાલ હોવાનું પોલીસે જણાવ્યુ છે.

અન્ય કિસ્સામાં ગોરવા સાંગ્રીલા એપાર્ટમેન્ટ પાસે ગોરવા પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે એક કારમાંથી જયેશ ભીખાભાઈ ગોહીલ (રહે, ટપાલી ફળિયુ, કોયલી ગામ), ચિરાગ સુરેન્દ્ર જીંઝુવાડિયા (રહે, વૈકુંઠ સોસાયટી-૨, ન્યુ વી.આઈ.પી.રોડ), રિપેશ સોમાભાઈ પટેલ (રહે, માતૃછાયા કોલોની, ઈલોરાપાર્ક) અને રાજીવ વ્રજલાલ જોષી (રહે, પાલીતિર્થ ફલેટ, સુભાનપુરા)ની નશો કરેલી હાલતમાં ધરપકડ કરવામાં આવી હતી. કારની તલાશી લેતા 400ની કિંમતની એક દારુની બોટલ મળી આવી હતી.