છત્તીસગઢના સુકમામાં નકસલવાદીઓનો હુમલો, CRPFનાં 9 જવાન શહીદ - Sandesh
  • Home
  • India
  • છત્તીસગઢના સુકમામાં નકસલવાદીઓનો હુમલો, CRPFનાં 9 જવાન શહીદ

છત્તીસગઢના સુકમામાં નકસલવાદીઓનો હુમલો, CRPFનાં 9 જવાન શહીદ

 | 2:21 pm IST

છત્તીસગઢના સુકમા જીલ્લામાં આજે નક્સલવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળોને પોતાનું નિશાન બનાવ્યાં હતાં. નકસલવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટમાં સીઆરપીએફના 9 જવાન શહીદ થયાં છે. જ્યારે 4 જવાનો ઘાયલ થયાં છે. આ હુમલો સુકમા જીલ્લાના કિસ્ટારામ વિસ્તારમાં થયો હતો.

નક્સલવાદીઓએ લેંન્ડમાઈન્ડ દ્વારા વિસ્ફોટ કર્યો હતો. આ દરમિયાન નક્સલવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચ અથડામણ પણ થઈ ગતી. જેમાં 6 જવાન ઘાયલ થયાં છે, જ્યારે અન્ય 4 જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુંસાર આ હુમલામાં લગભગ 100 જેટલા નક્સલવાદીઓ સામેલ હતાં. નક્સલવાદીઓએ IED પ્રુફ વિહિલકને જ બ્લાસ્ટ કરી ઉડાવી મુક્યું હતું.

નક્સલ પ્રભાવિત સુકમાના કિસ્તરામ વિસ્તારમાં સીઆરપીએફની 212મી બટાલિયન સર્ચ ઓપરેશન માટે જઈ રહયાં હતાં તે દરમિયાન જ ઘાત લગાવીને તેમના પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. સુરક્ષા જવાનો પર આ હુમલો લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો.

નક્સલ વિરોધી અભિયાનના સ્પેશિયલ ડીજી ડીએમ અવસ્થીએ જણાવ્યું હતું કે, એક પેટ્રોલિંગ પાર્ટીની બુલેટપ્રુફ ગાડીમાં કિસ્તરામથી પોલાદી જઈ રહ્યાં હતાં. તે દરમિયાન જ રસ્તામાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. ઘટનાની જાણકારી મળતાની સાથે જ વધારાની ફોર્સ ઘટનાસ્થળ પર રવાના કરવામાં અવી છે. અવસ્થીના જણાવ્યા પ્રમાણે હાલ ગોળીબાર બંધ છે.

ઉલ્લેખનીય છે કે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે ગઈ કાલે સોમવારે જ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં મોટરસાઈકલ પર સવાર થઈને ફર્યાં હતાં. તેના બીજા જ દિવસે નક્સલવાદીઓએ આ હુમલો કર્યો છે.

8 માર્ચે જ 29 નક્સલવાદીઓએ સરેન્ડર કર્યું હતું

હજી થોડા સમય પહીલા જ એલારમુડ્રુગુ અને વીરભટ્ટી જેવા ગામડાઓમાંથી આવેકા 29 નક્સલવાદીઓઅ ભેજ્જી પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. તેમાં 11 મહિલાઓ પણ શામેલ હતી. આત્મસમર્પણ કરી ચુકેલા આ નક્સલવાદીઓમાં કેટલાક ખુંખાર નક્સલીઓ પણ સામેલ હતાં. આ એજ ગામ છે જ્યાં 18 ફેબ્રુઆરીએ 20 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં. નક્સલવાદીઓ સાથેની આ અથડામણમાં બે જવાનો પણ શહીદ થયાં હતાં.