પદ્મ પુરસ્કાર મેળવનારા 10 ગુજરાતીઓની કામગીરી છે સેલ્યુટ કરવા જેવી - Sandesh
  • Home
  • Gujarat
  • પદ્મ પુરસ્કાર મેળવનારા 10 ગુજરાતીઓની કામગીરી છે સેલ્યુટ કરવા જેવી

પદ્મ પુરસ્કાર મેળવનારા 10 ગુજરાતીઓની કામગીરી છે સેલ્યુટ કરવા જેવી

 | 10:07 am IST

સરકારે આજે બુધવારે પદ્મ પુરસ્કારોનું લિસ્ટ જાહેર કર્યું છે. સરકારે કુલ 120 મહાનુભાવોની યાદી જાહેર કરી છે જેમને પદ્મ પુરસ્કારો આપવામાં આવશે. 120ના નામોની યાદીમાં 50 ટકા નામો એવા છે, જેમણે ગુમનામીમા રહીને સારુ કામ કર્યું હોય. આ એવોર્ડસમાં ગુજરાતીઓની છાતી ફુલીને ગદગદ થઈ જાય તેવા સમાચાર છે. કુલ 8 ગુજરાતીઓને પદ્મ
એવોર્ડ્સ જાહેર કરાયા છે. ભારતના 68માં ગણતંત્ર દિવસ પર આ તમામ 10 ગુજરાતીઓને પણ પદ્મ પુરસ્કારોથી નવાજવામાં આવશે. શ્રી રત્નસુંદર મહારાજ (સ્પિરિચ્યુઅલ), પુરુષોત્તમ ઉપાધ્યાય (આર્ટ મ્યુઝિક), વી.જી.પટેલ (લિટરેચર & એજ્યુકેશન), વિષ્ણુ પંડ્યા (લિટરેચર & એજ્યુકેશન જર્નાલિઝમ), સુબ્રોતો દાસ (મેડિસીન), ડો.દેવેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ (મેડિસીન), ગેનાભાઈ પટેલ (ખેતી) અને એક એનઆરજી એચ. આર શાહ (લિટરેચર અને એજ્યુકેશન જર્નાલિઝમ), ભાવના સોમૈયા (લિટરેચર એન્જ એજ્યુકેશન જર્નાલિઝમ) તેમજ બિપીન ગણાત્રાને પદ્મ પુરસ્કાર જાહેર કરાયા છે. તો ચાલો જોઈએ, આ ગુજરાતીઓને તેમની કઈ સિદ્ધી માટે પુરસ્કાર આપવામાં આવ્યા છે.

રત્નસુંદર મહારાજને પદ્મભૂષણ (સ્પિરિચ્યુઅલ)

maxresdefault
આચાર્ચ વિજય રત્નસુંદર સૂરીસ્વરજી મહારાજના પ્રવચન અને પુસ્તકો યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ પોતાના પુસ્તકો થકી સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનની વાતો કરે છે. તેઓ પોતાના પ્રવચન દ્વારા નૈતિકતા અને આધ્યાત્મિકતા થકી વ્યક્તિત્વના વિકાસ પર ફોકસ કરે છે. ખાસ કરીને સેક્સ એજ્યુકેશન પર પ્રતિબંધ લાવવામાં તેમનો મોટો ફાળો છે.
તેમણે ગુજરાતી ભાષામાં 304 જેટલા પુસ્તકો લખ્યા છે.

પુરુષોત્તમ ઉપાધ્યાયને પદ્મશ્રી (આર્ટ મ્યુઝિક)

purusottam upadhyay
પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતમાં સ્વરોના સમ્રાટ તરીકે પ્રખ્યાત છે. ગુજરાતી સુગમ સંગીત અને ગઝલ ક્ષેત્રે પુરુષોત્તમ ઉપાધ્યાય બહુ જ જાણીતું નામ છે.

વી.જી.પટેલને પદ્મશ્રી (લિટરેચર & એજ્યુકેશન)

De V G Patel
ડો.વી.જી. પટેલ એન્ટરપ્રોન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ફાઉન્ડર ડિરેક્ટર છે. બિઝનેસ ક્ષેત્રે તેઓ ઊંડાણપૂર્વક રિસર્ચ કરીને લખે છે. તેમણે બિઝનેસ ક્ષેત્રે અનેક પુસ્તકો આપ્યા છે, જે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં પોપ્યુલર બની છે. જેમ કે, ધ સેવન બિઝનેસ ક્રાઈસિસ એન્ડ હાઉ ટુ બીટ ધેમ, મેનેજિંગ ઈન્ડિયાઝ સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ઈકોનોમી,
એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ ઈન ઈન્ડિયા એન્ડ ઈટ્સ રિલેવન્સ ટુ ડેવલપિંગ કન્ટ્રીઝ

વિષ્ણુ પંડ્યા પદ્મશ્રી (લિટરેચર & એજ્યુકેશન જર્નાલિઝમ)

Vishnu Pandya
વિષ્ણુ પંડ્યા જાણીતા જર્નાલિસ્ટ, બાયોગ્રાફર, પોએટ, નોવેલિસ્ટ, લેખક, પોલિટિકલ એનાલિસીસ અને હિસ્ટોરિયન છે. તેઓ જર્નાલિઝમ ક્ષેત્રે છેલ્લા 40 વર્ષોથી એક્ટિવ છે. તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી તરીકે પણ સેવા આપે છે.

ડો. સુબ્રોતો દાસ પદ્મશ્રી (મેડિસીન)

5404732
ડો. સુબ્રોતો દાસ ભારતમાં શ્રેષ્ઠ ઈમરજન્સી મેડિકલ સર્વિસ આપવા માટે પ્રખ્યાત છે. હાઈવે પર ઈમરજન્સી સેવા આપવા માટે તેઓ પાયોનિયર ગણાય છે. તેમની આ કામગીરી માટે તેમને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તે અને તેમના પત્ની લાઈફલાઈન ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. જેઓ વડોદરામાં રહીને હાઈવે એક્સિડન્ટ પર ઈમરજન્સી સેવાઓ આપે છે. હેલ્પલાઈન 98250 26000થી સેવા પહોંચાડનારું સાઉથ એશિયાનં તેમનુ એકમાત્ર ઓર્ગેનાઈઝેશન છે.

ગેનાભાઈ પટેલને પદ્મશ્રી (ખેતી)

genaji 1
ગેનાભાઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સરકારી ગોલિયા ગામના દિવ્યાંગ ખેડૂત છે. તેમણે દુકાળગ્રસ્ત વિસ્તાર બનાસકાંઠામાં દાડમની ખેતીના ઉત્પાદનને એટલુ વધાર્યું કે તે વિસ્તાર દાડમના ઉત્પાદનમાં અગ્રેસર બની ગયો.

એચ. આર શાહને પદ્મશ્રી (લિટરેચર અને એજ્યુકેશન જર્નાલિઝમ) એનઆરઆઈ

hr-shah-bot
એચ.આર શાહ ટીવી એશિયાના ચેરમેન અને સીઈઓ છે. નોર્થ અમેરિકામાં 24 કલાક ટીવી સ્ટેશન ચલાવનારા તેઓ એકમાત્ર એનઆરઆઈ છે. તેઓ આંત્રપ્રિન્યોર, ફીલાન્થ્રોપીસ્ટ અને કમ્યુનિટી લીડર તરીકે પ્રખ્યાત છે. તેઓ ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશનના ટ્રસ્ટી પણ છે. તેઓ અમેરિકાની ધરતી પર રહીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ જન્મભૂમિ ભારત સાથે પણ હંમેશા કનેક્ટેડ રહે છે.

ભાવના સોમૈયા (લિટરેચર એન્જ એજ્યુકેશન જર્નાલિઝમ)

bhavna somaiya
મુંબઈમાં રહેનાર ભાવના સોમૈયા ફિલ્મ જર્નાલિસ્ટ, ક્રિટીક, લેખક અને હિસ્ટોરિયન છે. તેમણે 1978માં તેમણે ફિલ્મ રિપોર્ટર તરીકે કરિયર શરૂ કરી હતી. એક સમયે તે જાણીતુ ફિલ્મ મેગેઝીન સ્ક્રીનના પણ એડિટર રહી ચૂક્યા છે. હિન્દી સિનેમાનો ઈતિહાસ, બોલિવૂડ સ્ટાર્સની બાયોગ્રાફી વગેરે પર 13 પુસ્તકો તેઓ લખી ચૂક્યા છે.

બિપીન ગણાત્રા

bipin-ganatra
બિપીન ગણાતા એવા ગુજરાતી છે, જેમને આખું કોલકાત્તા જાણે છે. જ્યારે પણ કોલકાત્તામાં ક્યાંય આગ લાગે છે ત્યારે લોકો બિપીન ગણાત્રાને યાદ કરે છે. ફાયર વિભાગમાં તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે, જેઓ સ્વૈચ્છાએ કામ કરે છે. તેઓ છેલ્લા 40 વર્ષથી નિયમિત આ સેવા આપે છે. જ્યા પણ આગ લાગે ત્યાં બિપીન ગણાત્રા સેવા આપવા પહોંચી જાય.
કોલકાત્તા ફાયર વિભાગે તેમને વોલ્યન્ટર ફાયર ફાઈટર તરીકે જાહેર કર્યાં છે.

ડો.દેવેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ
ડો.દેવેન્દ્ર પટેલ એ અમદાવાદના સિનીયર કેન્સર સ્પેશિયાલિસ્ટમાંના એક છે.

આ તમામ લોકોને 26મી જાન્યુઆરીએ પદ્મ એવોર્ડ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન