8 Indian Army Jawans Stuck Under Snow In Siachen
  • Home
  • Featured
  • સિયાચિનમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન, બરફમાં ફસાયા સેનાનાં 8 જવાન

સિયાચિનમાં 18 હજાર ફૂટની ઊંચાઈએ હિમસ્ખલન, બરફમાં ફસાયા સેનાનાં 8 જવાન

 | 9:51 pm IST

દુનિયાનાં સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર કહેવામાં આવનારા સિયાચિન ગ્લેશિયરમાં થયેલા હિમસ્ખલનમાં 8 સૈનિક ફસાઇ ગયા છે. સમાચાર પ્રમાણે આ કઠણ ક્ષેત્રમાં સોમવાર બપોરનાં હિમસ્ખલન થયું જેમાં પેટ્રોલિંગ ટીમનાં 8 જવાન ફસાયા છે. જવાનોને બચાવવા માટે સેનાએ તાત્કાલિક રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરી દીધું છે. 18,000 ફૂટની ઊંચાઈ પર થયેલા આ અકસ્માતમાં ફસાયેલા જવાનોની અત્યાર સુધી કોઈ જાણકારી નથી મળી.

સૈન્ય સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સોમવાર બપોરે લગભગ 2 વાગ્યે સિયાચિનમાં થયેલા એક ભીષણ હિમસ્ખલન બાદ ભારતીય સેનાનાં 8 જવાનો બરફમાં ફસાયા હતા. આ હિમસ્ખલનની સૂચના મળતા જ સેનાએ અહીં જવાનોની શોધમાં એક મોટું રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે કારકોરમ ક્ષેત્રમાં લગભગ 20 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત સિયાચિન ગ્લેશિયર વિશ્વમાં સૌથી ઊંચા સૈન્ય ક્ષેત્રમાં માનવામાં આવે છે, જ્યાં સૈનિકોને ફ્રોસ્ટબાઇટ (વધારે ઠંડીથી શરીર સુન્ન થઈ જવું) અને તેજ હવાઓનો સામનો કરવો પડે છે. ગ્લેશિયર પર ઠંડીની ઋતુ દરમિયાન હિમસ્ખલનની ઘટનાઓ સામાન્ય છે. સાથે જ અહીં તાપમાન શૂન્યથી 60 ડિગ્રી સેલ્સિયસ નીચે જતુ રહે છે. પૂર્વમાં ઘણીવાર સિયાચિનમાં થયેલા હિમસ્ખલનનાં કારણે જવાનોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

આ વિડીયો પણ જુઓ: સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્રની સ્થિતિ અંગે ચર્ચા – પવાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન