8 months old baby stolen man woman bus stand video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ‘અજાણ્યાનો ભરોસો ન કરવો’ સાચું સાબિત થયું, માતાને સુવડાવી મહિલા 8 મહિનાનું બાળક ઉઠાવી ગઈ

VIDEO: ‘અજાણ્યાનો ભરોસો ન કરવો’ સાચું સાબિત થયું, માતાને સુવડાવી મહિલા 8 મહિનાનું બાળક ઉઠાવી ગઈ

 | 1:17 pm IST

મુરાદાબાદના ગલશહીદ બસ સ્ટેશનમાં બાળક ચોરી કરવાનો એક મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં એક મહિલા અને પુરૂષનો હાથ હોવાનું સામે આવ્યું છે. 8 મહિનાના આ બાળકને બસ સ્ટેશન પરથી પોતાની માતા પાસે સુતો હતો ત્યાંથી આરોપી મહિલા ઉઠાવી ગઈ હતી. 7 સપ્ટેમ્બરની આ ઘટનાં છે એવું સામે આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખાણ કરવામાં આવી રહી છે. તેમની તલાશ પણ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, અમે સીસીટીવી ફૂટેજના ઉપયોગથી આરોપીની જાણ કરી લીધી છે. પીડિત માતાએ બાળક અને આરોપીને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તે ન મળ્યો. પછી તરત જ પોલીસને જાણ કરી.

પીડિત મહિલાએ જણાવ્યું કે તે મારી સાથે વાતચીત કરીને મને બસ સ્ટેશન લઈ આવ્યા. રાતે પુરૂષ સ્ટેશનની બેન્ચ પર અને મહિલા મારી સાથે સુઈ ગઈ. રાત્રે 12 વાગ્યે હું પણ સુઈ ગઈ. ત્યારબાદ જ્યારે મારું બાળક અને આરોપી મહિલા ન મળ્યા તો પોલીસને જાણ કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન