8-nri-husbands-who-abandoned-their-wives-have-their-passport-cancelled
  • Home
  • Nri
  • પત્નીઓને છોડનાર NRI પતિઓને હવે ખેર નથી, સરકારે બનાવ્યો કડક કાયદો

પત્નીઓને છોડનાર NRI પતિઓને હવે ખેર નથી, સરકારે બનાવ્યો કડક કાયદો

 | 4:37 pm IST

વિદેશ જવાના સપના સજાવીને બેસનાર ભારતીય છોકરીઓ NRI છોકરાઓ સાથે લગ્ન તો કરી લે છે પરંતુ જ્યારે હકીકત સામે આવે છે ત્યારે તેમના હાથમાં પસ્તાવા સિવાય કંઈ નથી વધતું પરંતું હવે ભારત સરકારે NRI પત્નીઓ પર સકંજો કસતા કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ ક્રમમાં 8 NRI છોકરાઓનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો છે.

લગ્ન પછી પત્નીઓને ભારતમાં છોડી વિદેશ ગયેલા 8 NRI પતિઓના પાસપોર્ટને રદ્દ કરી દેવામાં આવ્યો છે. આ જાણકારી મહિલા અને બાલ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ આપી હતી. NRI સાથે લગ્નના મામલામાં બે પ્રકારની ફરિયાદો છે. ઘણી મહિલાઓના પતિ લગ્ન કરીતેમને ભારતમાં છોડીને ચાલ્યા ગયા છે. ઘણા એવા છે જેમને સાથે લઈ ગયા છે, પરંતુ ત્યાં ત્રાસ આપે છે. વિદેશમાં તેમની મદદ કરનાર કોઈ નથી. આવા મામલાઓને જોતા મહિલા અને બાલ વિકાસ મંત્રાલયની આંતરિક મંત્રાલયની એજન્સી, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયે એક કમિટીની રચના કરી છે.

ઓનલાઈન પોર્ટલની શરૂઆત
અધિકારીએ જણાવ્યું, છેલ્લા બે મહિનાઓમાં કમિટીને 70 ફરિયાદો મળી છે. તેના પર કાર્યવાહી કરવામાં આવી અને 8 NRI પતિઓનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો અને તેમના વિરોધ લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવામાં આવી છે. મંત્રાલયે આવા લગ્નો માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ અત્યારે તેના પર કામની શરૂઆત કરવામાં આવી નથી.

મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શનિવારે રાજ્યોને કહ્યું હતું કે, તે પોતાના મેરિજ રજિસ્ટ્રારથી એવા લગ્નોના રજિસ્ટ્રેશન વિશે રાજ્યોને તાત્કાલિક સૂચિત કરે જેથી પોર્ટલને જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવી શકે.