8-percent-interest-will-be-paid-on-ppf-modi-government-gifts-to-investors
  • Home
  • Business
  • મોદી સરકારની નાની બચત યોજના માટે રોકાણકારોને ભેટ, વ્યાજદરોમાં કર્યો વધારો

મોદી સરકારની નાની બચત યોજના માટે રોકાણકારોને ભેટ, વ્યાજદરોમાં કર્યો વધારો

 | 12:55 pm IST

નાની બચત યોજનાઓમાં રોકણ કરનારા લોકો માટે આવ્યા સારા સમાચાર, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં NSC તેમજ PPF જેવા નાની બચત યોજનાઓમાં સેવિંગ્સ એકાઉન્ટમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસીક દરોના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. તમામ સ્કીમો પર 0.4 ટકા વધારે વ્યાજ મળશે. NSC તેમજ PPF પર હવે વાર્ષિક 8 ટકા વ્યાજ મળશે.

નાણાં મંત્રાલયે જાહેર કરેલ અધિસૂચનામાં જણાવ્યુ છે કે 2018 19માં નાની બચત યોજનાઓમાં વ્યાજ દર વધારવામાં આવ્યુ છે. પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 7.8 ટકા વરિષ્ઠ નાગરીક બચત યોજનામાં 8.7 ટકા તો NSC તેમજ PPFમાં 7.6 ટકા અને 8 ટકા વ્યાજદર મળશે.

આ પણ વાંચો: જીવો નિશ્ચિંત લાઈફ, એકદમ સુરક્ષિત છે પીપીએફ

કિસાન વિકાસ પત્ર પર હવે 7.7 ટકા વ્યાજ મળશે 112 અઠવાડિયામાં તે પાકી જશે. સુકન્યા સમૃદ્ધી યોજનામાં 8.5 ટકા વ્યાજદર મળશે. એક થી ત્રણ વર્ષના ગાળાની યોજનામાં 0.3 ટકા વ્યાજ વધારવામાં આવ્યુ છે.

અ પણ વાંચો: જાણી લો, બચત માટે પીપીએફ અને એફડીમાંથી કયો વિકલ્પ છે શ્રેષ્ઠ

નાણા મંત્રાલયે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ, 5 વર્ષીય મંથલી ઇનકમ એકાઉન્ટ, સિનિયર સિટિઝન એકાઉન્ટ, 5 વર્ષિય રિકરીંગ ડિપોઝિટ તેમજ 1થી 5 વર્ષની ડિપોઝિટ પર વ્યાજ દર વધાર્યો છે. NSCમાં 7.6 ટકાથી વધારીને 8 ટકા વ્યાજદર તો સિનિયર સિટિઝન એકાઉન્ટ પર 7.3 ટકાથી વધારીને 7.7 ટકા કરી છે. 5 વર્ષિય રિકરીંગ ડિપોઝિટ પર 6.9 ટકાથી વધારીને 7.3 ટકા કરી છે.