8-september-2018-petrol-price-first-times-above-80-rupee-a-litre-in-delhi
  • Home
  • Business
  • પેટ્રોલ અને ડિઝલમાં આજે ફરી ભાવ વધારો, જાણો ક્યાં છે શું ભાવ?

પેટ્રોલ અને ડિઝલમાં આજે ફરી ભાવ વધારો, જાણો ક્યાં છે શું ભાવ?

 | 10:45 am IST

આજે દિલ્હીમાં પ્રથમવાર 80 રૂપિયે પહોંચ્યુ પેટ્રોલ, શનિવારે પેટ્રોલમાં 39 પૈસા મોંઘુ થતા 80.38 રૂપિયે જ્યારે ડિઝલ 44 પૈસા મોંઘુ થતા 72.51 રૂપિયે પ્રતિ લિટરે પહોંચ્યો હતો. મુંબઈમાં પેટ્રોલની કિંમત 38 પૈસા વધીને 87.77 રૂપિયે જ્યારે ડિઝલ 47 પૈસા મોંઘુ થતા 76.98 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. કોલકતામાં પેટ્રોલની કિંમત 39 પૈસા વધીને 83.27 રૂપિયે જ્યારે ડિઝલ 44 પૈસા મોંઘુ થતા 75.36 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. ચૈન્નઇમાં પેટ્રોલની કિંમત 41 પૈસા તો ડિઝલ 47 પૈસા મોંઘુ થયુ હતું. ગુરૂગ્રામમાં પેટ્રોલની કિંમત 80.99 રૂપિયે જ્યારે ડિઝલ 73.51 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. ફરીદાબાદમાં પેટ્રોલની કિંમત 81.24 રૂપિયે જ્યારે ડિઝલ 73.75 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. ગાઝીયાબાદમાં પેટ્રોલની કિંમત 80.30 રૂપિયે જ્યારે ડિઝલ 72.59 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. નોયડામાં પેટ્રોલની કિંમત 80.42 રૂપિયે જ્યારે ડિઝલ 72.73 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું.

ગુજરાતના કેટલાક શહેરોમાં પેટ્રોલ ડિઝલના ભાવ
રાજ્યમાં સૌથી વધુ મોંઘુ પેટ્રોલ ભાવનગરમાં પ્રતિ લિટર રૂ.80.63 થયુ છે અને ડિઝલ રૂ.78.91 પ્રતિ લિટર છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલ રૂ.79.58, ડિઝલ રૂ.77.87 છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં 38 પૈસા અને ડિઝલના ભાવમાં 47 પૈસાનો વધારો થયો છે. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ રૂ.79.52,ડિઝલ રૂ.77.83 છે. બનાસકાંઠામાં પેટ્રોલનો ભાવ 79.67, ડિઝલનો 77.98 રૂ. ભાવ છે. પંચમહાલમાં પેટ્રોલનો ભાવ રૂ.78.96 છે જ્યારે ડિઝલનો ભાવ રૂ.76.73તો રાજકોટમાં પેટ્રોલમાં 39 પૈસાનો વધારો ડિઝલમાં 47 પૈસાનો વધારો થયો છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ 79.40, ડિઝલનો ભાવ રૂ. 77.69 રૂપિયા છે.

રાજધાનીમાં પેટ્રોલ ડિઝલના ભાવ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પેટ્રોલની કિંમત 80.31 રૂપિયે જ્યારે ડિઝલ 72.62 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. બિહારની રાજધાની પટનામાં પેટ્રોલની કિંમત 86.57 રૂપિયે જ્યારે ડિઝલ 78.14 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. ઝારખંડની રાજધાની રાંચીમાં પેટ્રોલની કિંમત 79.56 રૂપિયે જ્યારે ડિઝલ 76.56 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પેટ્રોલની કિંમત 86.12 રૂપિયે જ્યારે ડિઝલ 76.39 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું.રાજસ્થાનની રાજધાની જયપુરમાં પેટ્રોલની કિંમત 83.42 રૂપિયે જ્યારે ડિઝલ 77.32 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું.પંજાબ અને હરિયાણાની રાજધાની ચંડીગઢમાં પેટ્રોલની કિંમત 77.39 રૂપિયે જ્યારે ડિઝલ 70.50 રૂપિયે પ્રતિ લિટર પહોંચ્યું હતું.