80 Years old Congress leader Oscar Fernandez dies at Karnataka
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સોનિયા ગાંધીના નજીકના કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન,PM મોદીએ શોક વ્યક્ત કર્યો

સોનિયા ગાંધીના નજીકના કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન,PM મોદીએ શોક વ્યક્ત કર્યો

 | 5:05 pm IST
  • Share

કોંગ્રેસના નેતા ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેમણે કર્ણાટક ખાતે અંતિમ શ્વાસ લીધા. નોંધનિય છે કે આ વર્ષે જૂલાઈમાં માથામાં ઈજા થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માથામાં ઈજા થવાને કારણે તેમના માથામાં લોહી ગંઠાઈ ગયુ હતું, જેને હટાવવા માટે સર્જરી કરવામાં આવી હતી અને હાલમાં મેંગલુરૂ ખાતે યેનેપોય હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકના માનવામાં આવતા અનુભવી કોંગ્રેસ નેતા ઉત્તર-પૂર્વી વિદ્રોહિયોની સાથે કેટલીય વાર સરકાર અને પાર્ટીના મામલની પોતાની સમજદારીથી વાતચીતના માધ્યમથી સમાધાન લાવ્યું હતું. એટલુ જ નહીં, કુચિપુડી નૃત્ય સાથે સંકળાયેલા આંદોલનોમાં પણ તેમણે સમજદારી પૂર્વક નિવેડો લાગ્યો હતો.

આ દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયએ જણાવ્યું કે, પીએમ મોદીએ ઓસ્કર ફર્નાન્ડીસના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમએ કહ્યું, રાજ્યસભા સાંસદ ઓસ્કર ફર્નાડીસના નિધનથી દુખી છુ. આ દુખની ઘડીમાં મારી સંવેદના અને પ્રાર્થના તેમના પરિવાર અને શુભચિંતકોની સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

ફર્નાડીસએ પહેલી યૂપીએ સરકારમાં પરિવહન,સડક, અને રાજમાર્ગ અને શ્રમ અને રોજગાર મંત્રીના રૂપે કામ કર્યં હતું. તે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ પણ હતા. તે એઆઈસીસી મહાસચિવ પણ રહી ચુક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન